જૈનાચાયૅશ્રી પુણ્યપાલસૂરીશ્ર્વરજી મ. અાદિની નિશ્રામાં

13 February 2018 02:47 PM
Amreli
  • જૈનાચાયૅશ્રી પુણ્યપાલસૂરીશ્ર્વરજી મ. અાદિની નિશ્રામાં
  • જૈનાચાયૅશ્રી પુણ્યપાલસૂરીશ્ર્વરજી મ. અાદિની નિશ્રામાં

કુંડલાના ગાધકડા ગામે ગુરૂ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

Advertisement

(પ્રદીપ દોશી દ્વારા) સાવરકુંડલા, તા. ૧૩ ગાધકડા ગામની માતૃભૂમિને સ્વની સાધના અને પરોપકાર પારાયણ જીવન દ્વારા જગતમાં ગુંજતી કરનાર, પ્રેમરુકરૂણા અને વાત્સલ્યની જીવંત પ્રતિમા સમાન જૈનાચાયૅ શ્રીમદ વિજય મહાબલ સૂરીશ્ર્વરજી મહારાજાના અસીમ ઉપકારોની સ્મૃતિમાં ગાધકડા જૈન સંઘે ભાવાચાયૅ ભગવંત શ્રીમદ વિજયરામચંદ્રસૂરીશ્ર્વરજી મહારાજા તથા અા.ભ.શ્રી મહાબલસૂરીશ્ર્વરજી મહારાજાના શિલ્પકલા યુકત ભવ્ય ગુરૂમંદિરોનું નિમાૅણ કયુૅ. તે બંને ગુરૂમંદિરોની તા. ૧૧ના રવિવારે શુભમુહૂતેૅ બંને તારક ગુરૂમૂતિૅઅોની પાવન પ્રતિષ્ઠા અા.શ્રી પુણ્યપાલસૂરીશ્ર્વરજી મ. અાદિની નિશ્રામાં સંપન્ન થઈ. પૂ.અા.ભ.રામચંદ્રસૂરીશ્ર્વરજી મ.સા.ની પ્રતિષ્ઠાનો લાભ શ્રીમતી જયાબેન ધીરજલાલ શેઠ પરિવારે મેળવ્યો હતો. તો અત્યંત રસાકસી પછી પૂ.અા.ભ. શ્રી મહાબલસૂરીશ્ર્વરજી મ.સા.ની પ્રતિષ્ઠાનો લાભ પરમ ગુરૂભકત પરિવારો શ્રી દલીચંદ દામજીભાઈ શેઠ તથા લક્ષ્મીચંદ જીવરાજભાઈ ધામી પરિવારે સંયુકતપણે મેળવીને અનેરી ઉદારતા અને ગુરૂભકિતનો અહેસાસ કરાવ્યો હતો. દલીચંદ દામજીભાઈ શેઠ પરિવાર તરફથી ગાધકડાના સમસ્ત ગ્રામવાસીઅો અને અઢારેય અાલમના જ્ઞાતિજનોનો જમણવાર યોજાયો હતો.


Advertisement