ગોંડલમાં પ્રાથમિક શિક્ષણ સંઘ આયોજીત ટીચર્સ પ્રિમિયર લીગમાં હાથ અજમાવતા શિક્ષકો

13 February 2018 02:46 PM
Gondal
  • ગોંડલમાં પ્રાથમિક શિક્ષણ સંઘ આયોજીત ટીચર્સ પ્રિમિયર લીગમાં હાથ અજમાવતા શિક્ષકો
  • ગોંડલમાં પ્રાથમિક શિક્ષણ સંઘ આયોજીત ટીચર્સ પ્રિમિયર લીગમાં હાથ અજમાવતા શિક્ષકો

એશિયાટીક એન્જી. કોલેજ ખાતે યોજાયેલ ટુર્નામેન્ટમાં ક્રિકેટ મેચ રમાયા

Advertisement

ગોંડલ તા.13
એશિયાટીક એંજીનીયરીંગ કોલેજ - ગોંડલ ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ટીચર્સ પ્રીમીયર લીગ (ટી.પી.એલ.) ક્રિકેટ ટૂર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું.
એશિયાટીક એંજીનીયરીંગ કોલેજ - ગોંડલ ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ટીચર્સ પ્રીમીયર લીગ (ટી.પી.એલ.) ક્રિકેટ ટૂર્નામેન્ટનુ આયોજન એશિયાટીક કોલેજ કેમ્પસના ચેરમેનશ્રી ગોપાલભાઇ ભુવાના અધ્યક્ષ સ્થાને કરવામા આવેલ. જેમા પ્રફુલ્લભાઇ ટોળીયા,અશોકભાઇ પીપળીયા, અલ્પેશભાઇ ઢોલરીયા તથા ઓક્ષફર્ડ સ્કૂલના જીતુભાઇ સતાસીયા, ડેન્ટલ કેર ક્લીનીક ગોંડલના ડો. જાગાણી, એક્સીસ બેંકના મેનેજરશ્રી ઓઝાતેમજ ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજાએ હાજરી આપેલ.
આ ટી.પી.એલ.ની લીગ મેચીસમા ગોંડલ તાલુકાની પ્રાથમિક શિક્ષકોની કુલ આઠ ટીમોએ ભાગ લીધેલ હતો જેમા એશિયાટીક કોલેજ તરફથી ભોજનનુ આયોજન કરવામા આવેલ અને તાલુકાની અલગ અલગ ટીમો માટે રહેવાની પણ સુંદર વ્યવસ્થા પુરી પાડવામા આવી હતી. પ્રથમ સેમીફાઇનલ પાટીદડ-કોલીથડ અને ભુણાવા-ઘોઘાવદર વચ્ચે રમાયેલ જેમા ભુણાવા-ઘોઘાવદરની ટીમ વિજેતા બની ટી.પી.એલ.ની ફાઇનલમા પ્રવેશ મેળવેલ. બીજી સેમીફાઇનલમા મોવિયા-શ્રીનાથગઢ અને વાસાવડ આમને-સામને થતા તેમની વચ્ચે રસાકસીભરી હરીફાઇને અંતે વાસાવડની ટીમ વિજેતા બનતા ફાઇનલમા પહોચનારી બીજી ટીમ બનેલ.
ફાઇનલ મેચ વાસાવડ અને ભુણાવા-ઘોઘાવદર વચ્ચે રમાયેલ, જેમા નરેંદ્રભાઇ વિરડીયાના ઉત્કૃષ્ટ પ્રદર્શનને પરિણામે ભુણાવા-ઘોઘાવદરની ટીમ ટીચર્સ પ્રીમીયર લીગની ફાઇનલમા વિજેતા બની ટી.પી.એલ.મા ચેમ્પીયન બનેલ. આખી પ્રીમીયર લીગમા સારા પ્રદર્શન બદલ સોરઠીયા મયુર અને રાજાણી મોહીતને મેન ઓફ ધ સીરીઝ જાહેર કરવામા આવેલ. ચેમ્પીયન ટીમ તથા મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરીઝ બનેલા ખેલાડીને ગોપાલભાઇ ભુવાના હસ્તે ઇનામ તથા ટ્રોફી અર્પણ કરવામા આવેલ. તેમજ એશિયાટીક કેમ્પસ તરફથી ટૂર્નામેન્ટના તમામ ખેલાડીને સ્મૃતિભેટ અર્પણ કરવામા આવેલ. વધુમા ડો. જાગાણી ડેન્ટલ ક્લીનીક તરફથી તમામ ખેલાડીને ટોપી તથા ટી-શર્ટ અર્પણ કરવામા આવેલ.
ગોંડલ તાલુકાના શિક્ષકો વચ્ચે ખેલદીલી પૂર્વક આ ટૂર્નામેન્ટ યોજાય એ માટેએશિયાટીક કોલેજના ડાયરેક્ટર હાર્દિકભાઇ ભુવા, હિરેનભાઇ વાઘમશી, દિપાલીબેન વિરડીયા અને હિરેનભાઇ ભાલોડીયા તથા એશિયાટીક કેમ્પસના અન્ય સ્ટાફ મીત્રો તેમજ ગોંડલ પ્રાથમિક શિક્ષક સંઘના સર્વેશ્રી જયપાલસિંહ જાડેજા, પ્રવિણભાઇ પારખીયા, નરેંદ્રભાઇ વિરડીયા, આશિષસિંહ વાઘેલા, ધર્મેંદ્રભાઇ કોઠારી સહીત તમામહોદ્દેદારોએ ઉત્સાહપૂર્વક જહેમત ઉઠાવી હતી.


Advertisement