પોરબંદર ગુરૂકુલ મહિલા કોલેજમાં સૌપ્રથમવાર ઈન્ટરનેશનલ સેમિનાર

13 February 2018 02:37 PM
Porbandar

૩૭૯ સંશોધનપત્રો પ્રસ્તુત થશે : ૪૦૦ થી વધુ પ્રતિનિધિઅોની ઉપસ્થિતિ

Advertisement

ગાંધી જન્મભુમિ પોરબંદરમાં નારી કેળવણીના મહાતિથૅસમા ૯૦ અેકરમાં પથરાયેલ અાયૅકન્યા ગુરૂકુળ તપોભુમિમાં રાજરત્ન શ્રેષ્ઠી નાનજીભાઈ કાલિદાસભાઈ મહેતા અાયૅ કન્યા વિધાલય ટ્રસ્ટ સંચાલિત ગુરૂકુળ મહિલા અાટૅસ અેન્ડ કોમસૅ કોલેજના ઉપક્રમે સંસ્થાના ચેરમેન ધિરેન્દ્રભાઈ મહેતા, ટ્રસ્ટી શ્રીમતિ મેધાવીનીબહેન મહેતા તેમજ મહેતા ગુરુકુળ પરીવારના સુરેશભાઈ કોડારીની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે પ્રિન્સીપાલ ડો. અનુપ નાગરના કુશળ નેતૃત્વ અંતગૅત ૧૭ મી ફેબુ્રઅારી ર૦૧૮ ને શનિવારના રોજ '' હેનરી ડેવિડ થોરો અને ભારતિય વિચારધારા'' વિષય પર ૪૦૦ થી વધુ મહાનુભાવો અને પ્રતિનિધિઅોની ઉપસ્થિતિ વચ્ચે અેક દિવસીય ઈન્ટરનેશનલ સેમિનારનું સંયોજન કરવામાં અાવેલ છે. અા સેમિનારમાં અાંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિધવાન વકતા અને થોરો સોસાયટીના અાજીવન સભ્ય ડો.રુપીન વાલ્ટર દેસાઈ મુખ્ય અતિથિ પદે ખાસ ઉપસ્થિત રહી અભ્યાસપુણૅ માગૅદશૅન અાપશે. અા ઉપરાંત પુના યુનિવસિૅટીના ઈગ્લીશ ડિપાટૅમેન્ટના પુવૅ વડા પ્રો.પ્રશાંત સિન્હા તથા સૌરાષ્ટ્ર યુનિ.રાજકોટના ઈગ્લીશ ડિપાટૅમેન્ટના પ્રો.કમલ મહેતા, પ્રો.સંજય મુખજીૅ, પ્રો.રવિન્દ્ર જાલા, પ્રો.મુનમુન મઝમુદાર, પ્રો.સોમાસેન, ગુજરાત વિધાપીઠ અમદાવાદના વાઈસ ચાન્સેલર ડો.અાનામિક શાહ, પ્રો.ગીરીશ ત્રિવેદી, ડો.દક્ષા મહેતા, ડો.ચેતન ત્રિવેદી,, ડો.પ્રશાંત શાહ, ડો.હરિન મજીઠીયા અને ડો.પ્રભાન્જન મણે રીસોસૅ પસૅન તરીકે ઉપસ્થિત રહેશે. અા ઈન્ટરેનેશનલ સેમિનાર અંતગૅત જુદાજુદા વિષય પર કુલ ૩૭૯ સંશોધન પેપર રજુ થશે. અા સેમિનારમાં અેક સ્કાયપે બેઠકનું પણ સંયોજન થયેલ છે. જેમા અેકસપટૅ તરીકે ડો.બવલીૅ સ્વાન સ્કોટલેન્ડથી અને ડો. અભિમન્યુ કોલ કેનેડાથી અોનલાઈન વાતાૅલાય દવારા માગૅદશૅન અાપશે. અા સેમિનારનો સમગ્ર કાયૅક્રમ અા મુજબ રહેશે. જેમા સવારે ૮.૦૦ થી ૯.૦૦ કલાક દરમિયાન રજીસ્ટે્રશન, ૯.૦૦ થી ૧૦.૩૦ સુધી ઉદધાટન બેઠક, ૧૦.૩૦ થી ૧ર.૩૦ કલાકે પ્રથમ સેશન જેમા સમાંતરે ચાલનાર ૬ બેઠકમાં જુદીજુદી કોલેજમાંથી પધારેલ અધયાપકો તથા સુશોધકો પેપર રજુ કરશે. જયારે ૧ર.૩૦ થી ૧.૩૦ કલાક દિતિય બેઠકમાં સમાંતર ચાલનાર ૬ બેઠકમાં જુદી જુદી કોલેજમાંથી પધારેલા વિધાથીૅઅો પેપર રજુ કરશે. ૩.૩૦ થી પ.૩૦ દરમિયાન સમાપન બેઠકનું અાયોજન કરવામાં અાવ્યું છે. ગુરૂકુળ તપોભૂમિ પોરબંદરના અાંગણે સૌ પ્રથમવાર સંયોજાઈ રહેલ અા ઈન્ટરનેશનલ સેમિનારનું સંયોજન પ્રિન્સીપાલ ડો. અનુપમ નાગરના માગૅદશૅન અંતગૅત ડો. નયન ટાંક, ડો. શાન્તિ મોઢવાડીયા તથા ડો.શમિૅષ્ઠા પટેલે કરેલ છે.


Advertisement