વેરાવળના વિવિધ સમાચાર

13 February 2018 01:18 PM
Veraval
Advertisement

લોકઅદાલતમાં 695 કેસોનો નિકાલ કરાયો
ગીર-સોમનાથ જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસો પુરા થાય તે માટે પ્રિ-લીટીગેશન કેસો તથા પેન્ડીંગ કેસો માટે તાજેતરમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું. રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દીલ્હી અને ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ લોક અદાલતમાં 695 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
પોરબંદર ખાતેની ક્રીકેટ હોસ્ટેલમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ગીર-સોમનાથ જિલ્લાનાં યુવકો જોગ
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સંચાલીત પોરબંદર ક્રીકેટ હોસ્ટેલમાં પ્રવેશ મેળવવાં માટે ગીર-સોમનાથ જિલ્લાકક્ષાની કસોટી તા.20 નાં રોજ સવારે આઠ કલાકે યોજાનાર છે. વેરાવળ, ડાભોર રોડ, બીહારી નગર પાછળ યોજાનાર આ કસોટીમાં 10 થી 15 વર્ષ સુધીનાં ખેલાડી ભાઇઓ ભાગ લઇ શકશે. આ ઉપરાંત કસોટીમાં જન્મ તારીખનું ઓરીજનલ પ્રમાણપત્ર, આધારકાર્ડ તથા પોતાની ક્રીકેટ કીટ સાથે સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. જિલ્લાકક્ષાની આ કસોટીમાં પાસ થનાર ખેલાડી રાજ્યકક્ષાની કસોટીમાં ભાગ લેશે અને તેમાં પાસ થનાર ખેલાડીને પોરબંદર ક્રીકેટ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવશે.
ગીર-સોમનાથ જિલ્લા નાગરીક પૂરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક યોજાશે
ગીર-સોમનાથ જિલ્લા નાગરિક અને પૂરવઠા અને ગ્રાહક સુરક્ષાની બેઠક તા.17 નાં રોજ એક કલાકે યોજાનાર છે. જિલ્લા કલેકટર અજયપ્રકાશનાં અધ્યક્ષ સ્થાને સભાખંડ, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, ઇણાજ ખાતે યોજાનાર આ બેઠકમાં સબંધિતોને ઉપસ્થિત રહેવા કલેકટર ગીર-સોમનાથની યાદીમાં જણાવેલ છે.
ગીર-સોમનાથ જિલ્લા ટાસ્કફોર્સની બેઠક તા. 20 ફેબ્રુ. નાં રોજ યોજાશે
ગીર-સોમનાથ જિલ્લા ટાસ્કફોર્સની બેઠક તા.20 નાં રોજ સાંજે પાંચ કલાકે યોજાનાર છે. અધિક કલેકટરની ચેમ્બરમાં, જિલ્લા સેવા સદન, ઇણાજ ખાતે યોજાનાર આ બેઠકમાં સબંધિત અધિકારીઓને ઉપસ્થિત રહેવા મદદનીશ શ્રમ આયુક્ત, ગીર-સોમનાથની યાદીમાં જણાવેલ છે.


Advertisement