ગુજરાતમાં પાણીની સાથે વિજ કટોકટીના પણ સંકેત

13 February 2018 01:02 PM
Gujarat
  • ગુજરાતમાં પાણીની સાથે વિજ કટોકટીના પણ સંકેત

હાલની 11800 મે.વોટની માંગ ઉનાળામાં 15570 મેગાવોટથી વધી જશે ; રાજય હાલ 450 મેગાવોટ- વિજળી કેન્દ્રીય પુલમાંથી મેળવે છે ઉનાળામાં વધુ ખરીદવી પડે તો રૂા.1500 કરોડનો નવો બોજો: વિજળી મોંઘી બની શકે

Advertisement

ગાંધીનગર: ગુજરાતમાં ચાલુ વર્ષે પાણીની કટોકટી થવાની શકયતા છે. રાજય સરકારે જો કે નર્મદા બંધનું વધારાનું પાણી મેળવીને આ કટોકટીનો સામનો કરવા તૈયારી કરી છે પણ સંભવ છે કે પાણીની કટોકટીની સાથે ગુજરાતે વિજ કટોકટીનો પણ સામનો કરવો પડશે. ગુજરાત પાવર સરપ્લસ રાજય છે. પરંતુ ઉનાળામાં વિજમાંગ વધશે. વાસ્તવમાં શિયાળો પુરો થવા આવી રહ્યો છે અને હવે વિજળીની માંગ પણ વધવા લાગી જ છે. રાજયમાં કોલબેઈઝ પાવર પ્લોટમાં 3000 મેગાવોટના પ્લાંટ બંધ છે તો ગેસ આધારીત વિજ મથકમાં પણ 5000 મેગાવોટ કેપેસીટીના પાવર પ્લાંટ પણ બંધ છે. રાજય હાલની શિયાળાની સ્થિતિમાં પણ 400 મેગાવોટ પાવર ઓપન ગ્રીડમાંથી મેળવી રહ્યું છે અને હાલ 11800 મેગાવોટની ડિમાન્ડ છે જે ઉનાળામાં 15500 મેગાવોટ ગત વર્ષે હતી તેના કરતા પણ વધુ હશે. ઉપરાંત ચાલુ વર્ષે ડેમ આધારિત પાણી નહી મળતા ભૂગર્ભ જળ મેળવવાની પ્રવૃતિ વધશે. જેના કારણે પણ વિજ ડીમાન્ડ વધશે. આથી ગુજરાતે સેન્ટ્રલ ગ્રીડમાંથી વધુ વિજળી ખરીદવી પડશે. ઉનાળામાં જળ વિદ્યુત મથકોનો બંધ જ રહેશે. રાજયમાં સોલાર આધારીત વિજ મેળવવાની કામગીરી ધીમી ગતિએ ચાલે છે પણ તે માંગ-પુરવઠાની સ્થિતિને પહોંચી વળશે નહી. આ વર્ષે કોલસાના ભાવમાં પણ 10% વધારો થયો છે અને તેથી વિજમથકો જે કોલ આધારીત છે તે પણ મોંઘી વિજળી પેદા કરશે જેથી તે ગુજરાતને મોંગી આપશે. ગત વર્ષે રાજયમાં રૂા.1200 કરોડની વિજળી ખરીદી હતી. આ વર્ષે રૂા.1500 કરોડની વિજ ખરીદવી પડશે તો ઉદ્યોગો પર કાપ આવી શકે છે અને ઘરેલું વિજ વપરાશમાં લોડ શેડીંગ પણ
આવશે.


Advertisement