પુરાવા સાચવવા અા મહિલાઅે શું કયુૅ ?

13 February 2018 12:58 PM
Off-beat Woman
  • પુરાવા સાચવવા અા મહિલાઅે શું કયુૅ ?

Advertisement

ન્યુયોકૅ : કેટલાક દેશોના કાયદા મુજબ જો તમારું પાળેલું કુતરું બહાર જઈને છીછી કરી અાવે તો અેનાથી ફેલાતી ગંદકી માટે માલિક જવાબદાર હોય છે. નોથૅ વેલ્સમાં અાવા જ અેક કેસમાં પેનલ્ટીથી બચવા માટે થઈને અેલીનોર ગ્રેમ્બી નામના ૬૭ વષૅના બહેને મહિનાઅો સુધી પડોશીના ડોગીની પોટી કોથળીમાં ભરીને ફ્રીઝરમાં પુરાવારૂપે સાચવી રાખી હતી. વાત અેમ હતી કે ગયા વષેૅ જુલાઈ મહિનામાં તેઅો પાડોશીના ડોગીને લઈને ફરવા નીકળ્યા ત્યારે અે ડોગીઅે કોઈકની કાર પાસે છીછી કરી નાખી. અે કારના માલીક અને ૮૯ વષૅના જેક રસેલ નામના ભાઈઅે ડોગીની છી માટે અા બહેન પર કેસ કયોૅ. અા બહેનનું કહેવું હતું કે જેવી અે ડોગીઅે પોટી કરી કે તરત જ તેણે અેને ઉઠાવીને પ્લાસ્ટિકની અેક બેગમાં ભરી લીધી હતી પણ પોટી કડક નહીં પરંતુ સેમીરુલિકવડ હોવાથી કદાચ થોડાક અવશેષો રહી ગયા હશે અેટલે અા અવશેષો માટે તે જવાબદાર નથી. પોતાને ડોગીની પોટી માટેનો દંડ ન ભરવો પડે અે માટે બહેને અે ડોગીની પોટીવાળી પ્લાસ્ટીકની થેલી ફ્રીઝરમાં જમાવીને પુરાવારૂપે સાચવી રાખી હતી. દંડ માગનારા લોકો પાસે બીજા કોઈ પુરાવા ન હોવાથી કોટેૅ અે કેસની ફાઈલ બંધ કરી દીધી છે.


Advertisement