બિલાડીએ બનાવ્યો 28 આંગળીઓનો વર્લ્ડ રેકોર્ડ

13 February 2018 12:48 PM
Off-beat World
  • બિલાડીએ બનાવ્યો 28 આંગળીઓનો વર્લ્ડ રેકોર્ડ
  • બિલાડીએ બનાવ્યો 28 આંગળીઓનો વર્લ્ડ રેકોર્ડ
  • બિલાડીએ બનાવ્યો 28 આંગળીઓનો વર્લ્ડ રેકોર્ડ
  • બિલાડીએ બનાવ્યો 28 આંગળીઓનો વર્લ્ડ રેકોર્ડ

Advertisement

ન્યુયોર્ક: સામાન્ય રીતે બિલાડીના પગે કેટલી આંગળીઓ હોય છે એ જાણો છો? સામાન્ય રીતે બિલાડીના આગળના બન્ને પગમાં પાંચ-પાંચ અને પાછળના બન્ને પગમાં ચાર-ચાર આંગળી હોય છે. એમ જોવા જઈએ તો બિલાડીનાં પગમાં કુલ 18 આંગળીઓ હોય છે પરંતુ અમેરીકાનાં મીનેસોટામાં રહેતી જીન માર્ટીને પાળેલી બિલાડીના પગમાં કુલ 28 આંગળીઓ છે. જીને એ બિલાડીને મેપલ સીરપ બનાવતા ફાર્મમાંથી રેસ્કયુ કરીને પાળી હતી. પોઝ નામની આ બિલાડીના ચારેય પગમાં સાત-સાત આંગળીઓ છે. એને કારણે એના પંજા બહુ જ પહોળા થઈ ગયા છે. અલબત એને કારણે એ ખુબ જ પાતળી પણ પણ ખુબ સારૂ બેલેન્સ જાળવીને ચાલી શકે છે. જીન જયારે રૂટીન ચેક-અપ માટે વધેલા નખ કપાવવા પોઝને લઈને પ્રાણીઓના ડોકટર પાસે ગયેલી ત્યારે તેને આ અજાયબી જાણમા આવી હતી. હાલમાં 28 આંગળીઓ ધરાવતી બિલાડી કેનેડાના ઓન્ટેરીયોમાં પણ છે.જેક નામનાં બિલાડાને પણ 28 આંગળીઓ છે. એટલે હાલમાં સૌથી વધુ આંગળી ધરાવવાનો રેકોર્ડ આ બન્ને બિલાડીઓ શેર કરે છે.


Advertisement