30 વર્ષ પહેલા શહેનશાહ રિલીઝ થવાના ચાન્સ કેમ નહીંવત હતા?

13 February 2018 12:39 PM
Entertainment
  • 30 વર્ષ પહેલા શહેનશાહ રિલીઝ થવાના ચાન્સ કેમ નહીંવત હતા?

Advertisement

મુંબઇ : અમિતાભ બચ્ચનની ‘શહેનશાહ’ને ગઇકાલે 30 વર્ષ પૂરા થયા હતા. પરંતુ એ વખતે આ ફિલ્મને રિલીઝ કરવી કે નહી એની અવઢવમાં હતાફ ફિલ્મમેકર્સ 1988ની 12 ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી શહેનશાહને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મનો ડાયલોગ રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ આજે પણ એટલો જ ફેમસ છે. આ ફિલ્મ વિશે અમિતાભ બચ્ચને ટવીટ કર્યુ હતું કે મારી શહેનશાહને 30 વર્ષ પૂરા થયા છે. ખૂબ જ અદભૂત. આ ફિલ્મ એવા સમયે આવી હતી કે એને રિલીઝ કરવાના ચાન્સ ખૂબ ઓછા હતા. એ સમયે મારી ક્ષમતા પર અટેક કરવામાં આવ્યો હતો. જો કે દેશના લોકો વધુ સમજદાર છે. તેમણે આ ફિલ્મને બમ્પર ઓપનિંગ આપ્યું હતું અને એને સફળ ફિલ્મ બનાવી હતી.


Advertisement