ભૂમિ પેડણેકર બદલાતા જતા ઇન્ડિયન સિનેમા વિશે બર્લિનમાં ચર્ચા કરશે

13 February 2018 12:38 PM
Entertainment
  • ભૂમિ પેડણેકર બદલાતા જતા ઇન્ડિયન સિનેમા વિશે બર્લિનમાં ચર્ચા કરશે

Advertisement

મુંબઇ : ભૂમિ પેડણેકર બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બદલાતા જતા ઇન્ડિયન સિનેમા વિશે ચર્ચા કરશે. ભૂમિને આ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેણે અત્યાર સુધીમાં ‘દમ લગા કે હઇશા’, ‘શુભ મંગલ સાવધાન’ અને ‘ટોઇલેટ : એક પ્રેમ કથા’માં કામ કર્યુ છે. ફિલ્મ ફેસ્ટિવલ વિશે વાત કરતાં ભૂમિએ કહ્યું હતું કે ‘ફકત ત્રણ ફિલ્મમાં કામ કરવા છતાં ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળે એ મારા માટે ખૂબ મોટી વાત છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં હું બદલાતા જતા ઇન્ડિયન સિનેમા વિશે ચર્ચા કરીશ. આ સાથે જ સોશ્યલ કોઝ પર બનાવવામાં આવતી ફિલ્મો પર અને ક્ધટેન્ટ કિંગ હોય છે એના પર ચર્ચા કરીશ.


Advertisement