જામજોધપુરમાં દલીત સમાજની રેલી

13 February 2018 12:26 PM
Jamnagar
  • જામજોધપુરમાં દલીત સમાજની રેલી

દલીત સમાજના સદસ્ય સાથે પોલીસે કરેલા અમપાનજનક વર્તનથી રોષ

Advertisement

(ભરત ગોહેલ દ્વારા)
જામજોધપુર તા.13
જામજોધપુરના દલીત સમાજના શૈલેષભાઈ મકવાણાના ઘરે જામજોધપુર પીએસઆઈ સહીત ત્રણ પોલીસમેનોએ ઘરે જુગારધામ ચાલુ છે તેમજ દારૂ છે તેમ કહી ઘરની ચીજવસ્તુ ફીંદી નાંખી મહિલાઓ સાથે અપમાનજનક વર્તન કરી ધાક ધમકી આપતા જામજોધપુર પોલીસ સ્ટેશનમાં શૈલેષભાઈ મકવાણાએ જામજોધપુર પીએસઆઈ સયિહત 3 પોલીસ કર્મી સામે ગુન્હો નોંધાવા અરજી કરેલ છે.
તેમજ ગઈકાલે આંબેડકર ચોકથી મામલતદાર કચેરી સુધી જામજોધપુર પોલીસ વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવેલ હતી. જેમાં 500થી વધુ મહિલાઓ ભાઈઓ જોડાયા હતા શૈલેષ મકવાણા આજ સુધી કોઈ ગુન્હામાં સંડોવાયેલ નથી કે અસામાજીક પ્રવૃતિ કરતા ન હોય દલીત સમાજ રોષે ભરાયેલ છે.


Advertisement