શારીરિક અનફીટ પોલીસ અધિકારીઓને પ્રમોશન નહી

13 February 2018 12:15 PM
Ahmedabad Gujarat
  • શારીરિક અનફીટ પોલીસ અધિકારીઓને પ્રમોશન નહી

ગુજરાતના 10 આઈપીએસ અધિકારીઓને ફીટનેસ મુદે જ રાષ્ટ્રપતિ મેડલ ન અપાયા ;રાજય સરકારે આઈપીએસ અધિકારીઓ માટે શેપ-વન-મેડીકલ સ્ટાન્ડર્ડને પ્રમોશન માટે બનાવ્યા

Advertisement

અમદાવાદ: ગુજરાતમાં આઈપીએસ ઓફીસરથી પોલીસ કોન્સ્ટેબલ સુધીના અધિકારીઓની ફીટનેસ સામે હંમેશા પ્રશ્ર્ન ઉઠે છે અને વાસ્તવમાં ભરતી સમયે ‘સિંઘમ’ જેવા લાગતા અધિકારીઓમાંથી પડઘાની વધુ સમય જતા તેની ફીટનેસ ગુમાવે છે અને તેના કારણે જ હાલમાં રાજય સરકાર દ્વારા પ્રેસીડેન્ટ મંડળ માટે જે આઈપીએસ અધિકારીઓને નોમીનેટ કરાયા હતા તેમાંથી 10 અધિકારીઓની કાર્યક્ષમતા છતા તેઓને એટલા માટે મેડલથી વંચિત રખાયા. કારણ કે તેઓ પોલીસ- બ્લુબુક મુજબ શેઈવ-વન-ફીટ ન હતા અને તેનાથી રાજય સરકાર પણ સાવધ બની ગઈ છે અને તે હવે પોલીસ ફીટનેસ પર વધુ ધ્યાન આપવા માંગે છે જે 10 આઈપીએસને ફીટનેસના કારણે જ પોલીસ મેડલથી વંચિત રખાયા તેમાં બે એડી. ડીજીપી- પાંચ આઈજી અને ત્રણ ડીઆઈજી હતા.
ગુજરાત સરકારે પણ હવે ફીઝીકલ ફીટનેસને પણ પ્રમોશન માટે માપદંડ બનાવવા નિર્ણય લીધો છે. આ અંગે કેન્દ્ર સરકારે જે દરખાસ્ત કરી હતી તે સ્વીકારવામાં આવી છે. કેન્દ્રના શસસ્ત્ર દળોના અધિકારીઓએ પ્રમોશન માટે (ગ્રુપ-એ) ફીટનેસ માપદંડ માપવા જરૂરી છે. તેવું જ હવે ગુજરાતના આઈપીએસ અધિકારીઓને માટે જરૂરી બનશે. જો કે રાજયની પોલીસ દળના 10 અધિકારીઓ ને ફીટનેસના કારણે પ્રેસીડેન્ટ મેડલ ન મળ્યા તેવું સ્વીકારવાનો ઈન્કાર કરતા રાજયના પોલીસ વહીવટી અત્યારના ડીજીપી મોહન ઝા કહે છે કે અમોએ શેપ-વન યોગ્યતા ધરાવતા અધિકારીઓને જ મેડલ માટે નોમીનેટ કર્યા હતા. તેઓની પસંદગી શા માટે ન થઈ તે અમો જાણતા નથી.
હવે પોલીસ અધિકારીઓ માટે ફીઝીકલ ફીટનેસને પ્રમોશનની શરત તરીકે જોડવાનો નિર્ણય લેવાયો છે. રાજયના સીઆઈડી ક્રાઈમનો હવાલો સંભાળતા ડીજીપી આશિષ ભાટીયાએ સ્વીકાર્યુ કે ટોચના પોલીસ અધિકારીઓ માટે દ્રષ્ટાંતરૂપ ફીટનેસ જરૂરી છે. હું ખુદ હાફ મેરેથોન દોડુ જ છું. જો કે કેટલાક પોલીસ અધિકારી કહે છે કે ફીટનેસના નિયમ ફકત અમારા માટે જ શા માટે- આઈપીએસ અધિકારીઓ માટે કેમ નહી! જો કે શ્રી મોહન ઝા સ્વીકારે છે. પોલીસ અધિકારીઓ માટે ફીટનેસ એ જોબની આવશ્યકતા છે અને તેથીજ ભરતી સમયે ફીઝીકલ ફીટનેસ ને ખાસ જોવામાં આવી છે.

શું છે શેપ-ઈન
SHAPE મેડીકલ સ્ટાન્ડર્ડ- કેસના ગૃહ મંત્રાલયે પોલીસ- અર્ધલશ્કરી દળો માટે જે ફીટનેસ માપદંડ બનાવ્યા છે તેને દર્શાવે છે. જેમાં પેસ એટલે કે સાઈડીયાટ્રીક માનસિક રીતે તંદુરસ્ત પેસ હીયરીંગ સાંભળવાની ક્ષમતા યોગ્ય એ એટલે એપેન્ડેજ મતલબ પગ અને હાથની શક્તિ એટલે ફીઝીયોલેન્ડ મતલબ કે (બીપી- હૃદયના દર્દ- ડાયાબીટીક- જાડાપણું કેન્સર વિ.)ને તથા ઈ એટલે આંખની દ્રષ્ટી- આ તમામ માપદંડ આખરે પ્રમોશન નકકી થાય છે.


Advertisement