ઇન્ટરનેટ થકી રાતોરાત સ્ટારડમ મેળવી ચૂકેલી વાઇરલ ગર્લ! શું તમે જાણો છો કોણ છે આ ગર્લ ?

13 February 2018 11:27 AM
Entertainment
 • ઇન્ટરનેટ થકી રાતોરાત સ્ટારડમ મેળવી ચૂકેલી વાઇરલ ગર્લ! શું તમે જાણો છો કોણ છે આ ગર્લ ?

વેલેન્ટાઈન દિવસનાં ત્રણ દિવસ પહેલા ‘ઓરૂ અદાર લવ’ નામની મલયાલી ફિલ્મનું વેલેન્ટાઇન સોંગ થયું વાઇરલ! ફક્ત ૧૮ વર્ષની પ્રિયાએ ૨૪ કલાકમાં પોતાનાં મલયાલમ લવ સોંગ પર મેળવ્યા કુલ એક કરોડથી પણ વધુ વ્યુઅર્સ! સ્કૂલમાં ભણતાં ટીનેજર્સ વચ્ચે પાંગરતા પ્રેમને વર્ણવતાં લવ -સોંગ ‘મનિક્યા મલરાયા પૂવી’ને લાખો લોકોએ પોતાનાં સોશિયલ મીડિયા પર શેર કર્યુ ઓમર લુલુ દિગ્દર્શિત મલયાલમ ફિલ્મમાં ડેબ્યુ કરી રહેલી પ્રિયા પ્રકાશ વરિયરનાં ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા એક લાખથી વધીને પંદર લાખ સુધી પહોંચી!

Advertisement

માણસનાં મનને સમજવું હજુય કદાચ સહેલું છે, પરંતુ ઈન્ટરનેટને સમજવામાં ખેરખાંઓથી પણ ચૂક થઈ જાય છે. છેલ્લા બે દિવસથી ભારતીય જનતાને આ વાતનો પ્રત્યક્ષ પુરાવો મળી રહ્યો છે. મલયાલમ દિગ્દર્શક ઓમાર લુલુની ત્રીજી ફિલ્મ ‘ઓરૂ અદાર લવ’ આગામી ૩ માર્ચનાં રોજ રીલિઝ થવા જઈ રહી છે. ફિલ્મની વાર્તા સ્કૂલમાં અભ્યાસ કરતાં ટીનેજર્સને કેન્દ્રમાં રાખીને લખવામાં આવી છે. જેમાં ૧૮ વર્ષીય મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વરિયર પોતાનું ફિલ્મી-ડેબ્યુ કરવા જઈ રહી છે. ખૂબ જૂજ અભિનેત્રીઓ એવી હોય છે જે પોતાની ડેબ્યુ-ફિલ્મથી જ લાઈમલાઈટમાં આવી જાય છે. ૯ ફેબ્રુઆરીએ ‘મ્યુઝિક ૨૪૭’ યુટ્યુબ ચેનલ પર અપલોડ થયેલા એક મલયાલમ ગીતે આખા દેશનાં નવયુવાનોને દીવાના બનાવી દીધા. ‘મનિક્યા મલરાયા પૂવી’ નામનું આ મલયાલી ગીત જોતજોતામાં ટ્વિટર પર ટ્રેન્ડ થવા માંડ્યુ. પ્રિયા પ્રકાશ વરિયરને ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ સહિત દરેક સોશિયલ મીડિયા પર લોકો ટેગ કરવા લાગ્યા.
વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે ૧૧મી ફેબ્રુઆરીએ બોલિવુડનાં ટોચનાં કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ પોતાની મીડિયા-પોસ્ટમાં પ્રિયાનો વીડિયો અપલોડ કરી તેનાં વખાણ કર્યા. અને માત્ર એટલું જ નહી, પરંતુ ઈન્સ્ટાગ્રામ પર તેનાં ઓફિશીયલ અકાઉન્ટને ફોલો પણ કર્યુ. આ લખાય છે ત્યાં સુધીમાં પ્રિયાનાં ફોલોઅર્સની દોઢ મિલિયનનાં આંકડાને વટાવી ચૂકી છે. કોઈ નવી-સવી બોલિવુડ એક્ટ્રેસને પણ આટલું ફેન-ફોલોઈંગ મેળવવામાં મહિનાઓ વીતી જાય છે ત્યાં પ્રિયાએ ફક્ત ૨૪ કલાકમાં રીતસરનો તરખાટ મચાવ્યો છે! દેશભરની મીડિયા ફર્મ (જેમકે; ધ વાઈરલ ફિવર, બોલિવુડ હંગામા, અર્રે, એઆઈબી વગેરે) દ્વારા મીમ્સ અને ફોટો-ઇમેજ બનાવી ઇન્ટરનેટ પર વાઇરલ કરી દેવામાં આવ્યા. નોંધનીય છે કે, ફક્ત એક જ દિવસમાં આટલા ફોલોઅર્સ મેળવનાર સિલેબ્રિટી-લિસ્ટમાં પ્રિયા પ્રકાશ વરિયર ત્રીજા ક્રમ પર છે!
કેરેલાનાં થ્રિસ્સુરમાં જન્મેલી પ્રિયા પ્રકાશ વરિયર ત્યાંની વિમલા કોલેજમાં હાલ, બી.કોમ.નાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે. તેનો ઉછેર દક્ષિણ ભારતમાં થયો હોવાને લીધે હિન્દી પરની પકડ ઓછી છે. મોટેભાગે વાત કરતી વખતે તે મલયાલમ અથવા અંગ્રેજી ભાષાનો જ પ્રયોગ કરે છે. પોતાનાં એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તેને ટ્રાવેલિંગ, ડાન્સિંગ અને બોલિવુડ ગીતો સાંભળવા તેમજ ગાવા ખૂબ ગમે છે. સાઉથ ઈન્ડિયન સુપરસ્ટાર મહેશ બાબુ અને એક્ટ્રેસ કાજલ અગ્રવાલને પ્રિયા પોતાનાં આદર્શ માને છે.

૨૪ કલાકમાં સૌથી વધુ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ મેળવનાર સિલેબ્રિટી :
(૧) કાયલી જેનર (સાડા આઠ લાખથી પણ વધુ : ફેબ્રુઆરી ૫, ૨૦૧૮)
(૨) ક્રિસ્ટીઆનો રોનાલ્ડો (સાડા છ લાખથી વધુ : નવેમ્બર ૧૩, ૨૦૧૭)
(૩) પ્રિયા પ્રકાશ વરિયર (છ લાખથી વધુ : ફેબ્રુઆરી ૧૧, ૨૦૧૮)

- પ્રિયા પ્રકાશ વરિયરે પોતાનાં કરીયરની શરૂઆત મોડેલીંગથી કરી હતી.
- કેટલાક ફેશ શોમાં ભાગ લીધા બાદ તેણે જાણીતાં ફેશન ડિઝાઇનર્સ માટે પણ રેમ્પ-વોક કર્યુ છે.
- ફિલ્મક્ષેત્રે ડેબ્યુ કરવા જઇ રહેલી પ્રિયાએ ભૂતકાળમાં ‘થર્ડ કિલપ’ નામની એક શોર્ટ ફિલ્મમાં પણ કામ કરેલુ છે
- મનિકયા મલરાયા ગીત ઉપરાંત, પ્રિયાનાં પોતાના સ્વરે ગવાયેલ ચના મેરેયા (ફિલ્મ : એ દિલ હૈ મુશ્કિલ) પણ ખાસ્સું વાઇરલ થઇ રહ્યું છે.
- યુટયુબ પર તેનું ગીત રિલીઝ થયાનાં ત્રણ દિવસની અંદર વ્યુઅર્સની સંખ્યા સાડા સાત મિલિયન (7પ લાખ)નાં આંકડાને વટાવી ચૂકી છે.
- અઢી લાખથી પણ વધુ યુટયુબ વ્યુઅર્સ ‘ઓરૂ અદાર લવ’ ફિલ્મનાં આ વેલેન્ટાઇન સોંગને લાઇક કરી ચુકયા છે.

Advertisement