પાલનપુર નજીક 3 વાહનોને હડફેટે લઇ અકસ્માત સર્જતાં 6 ના મોત..4 ઘાયલ..

13 February 2018 01:08 AM
Rajkot Gujarat
  • પાલનપુર નજીક 3 વાહનોને હડફેટે લઇ 
અકસ્માત સર્જતાં 6 ના મોત..4 ઘાયલ..
  • પાલનપુર નજીક 3 વાહનોને હડફેટે લઇ 
અકસ્માત સર્જતાં 6 ના મોત..4 ઘાયલ..
  • પાલનપુર નજીક 3 વાહનોને હડફેટે લઇ 
અકસ્માત સર્જતાં 6 ના મોત..4 ઘાયલ..

Advertisement

પાલનપુર નજીક 3 વાહનોને હડફેટે લઇ
અકસ્માત સર્જતાં 6 ના મોત..4 ઘાયલ..

પાલનપુર હાઈવે પર આબુ રોડ બાજુથી આવી રહેલ ટેન્કર ચાલકે માતેલા સાંઢની જેમ ટેન્કર હંકારીને સર્કલ પર આવેલ એક હોટલ પર ઉભેલા ત્રણ વાહનોને ટક્કર મારી ખુડદો બોલાવી દીધો હતો અને કુલ ૧૦ લોકોને અડફેટમાં લેતા છ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે ચારને ઈજા થતાં બે વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં જ્યારે બે વ્યક્તિને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પાલનપુર-આબુ હાઈવે પર આર.ટી.ઓ. સર્કલ પર એક હોટલ પર પાલનપુર-ડીસા અને અમીરગઢના વેપારીઓ તેમના વાહન પાર્ક કરી ચર્ચા કરતાં હતાં. તેવામાં આબુ રોડ બાજુથી પૂર ઝડપે આવી રહેલ ટેન્કરના ચાલકે સીધુ જ હોટલ તરફ હંકારી જતાં વચ્ચે પડેલ એક સ્વીફ્ટ કાર, એક ક્રિએટા અને એક રિક્ષાને અડફેટમાં લઈ ખુડદો બોલાવી દીધો હતો અને વેપારીઓને પણ અડફેટમાં ફંગોળતા છ વ્યક્તિના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં અને ચાર વ્યક્તિને ઈજા થતાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.

પોલીસના કહેવા મુનાબ મૃતકોમાં ભરતભાઈ મણીલાલ પટેલ (રહે.અમીરગઢ), દીલીપભાઈ છગનભાઈ પટેલ (રહે.અમીરગઢ), સુરેશભાઈ સામજીભાઈ પટેલ (રહે.અમીરગઢ), વિઠ્ઠલભાઈ પટેલ (રહે.અમીરગઢ), રાહુલભાઈ દીલીપભાઈ જોષી (રહે.બ્રાહ્મણવાસ, પાલનપુર) અને પ્રકાશભાઈ ઈશ્વરભાઈ સોલંકી (રહે.ડીસા)નો સમાવેશ થાય છે.અકસ્માતના પગલે લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.


Advertisement