મોરબીના માજી ધારાસભ્ય, ભુજના વર્તમાન ધારાસભ્ય અને પાસના આગેવાનોને કોર્ટે ફટકારી સજા !

12 February 2018 11:44 PM
Rajkot Gujarat Saurashtra
  • મોરબીના માજી ધારાસભ્ય,  ભુજના વર્તમાન ધારાસભ્ય અને પાસના આગેવાનોને કોર્ટે ફટકારી સજા !
  • મોરબીના માજી ધારાસભ્ય,  ભુજના વર્તમાન ધારાસભ્ય અને પાસના આગેવાનોને કોર્ટે ફટકારી સજા !

૨૦૦૯ ના વર્ષ દરમિયાન ચુંટણી આચાર સહિત ભંગ બદલ થઇ સજા

Advertisement

મોરબી અને ભુજના માજી ધારાસભ્યો અને મોરબી પાસના એક આગેવાન એમ ત્રણેયને કોર્ટે ચુંટણી આચ્ગર સંહિતા બદલ સજા ફટકારી હોવાની વાતથી ભુજ અને મોરબીના રાજકીય આગેવાનોમાં ચકચાર સાથે ખળભળાટ મચી ગયો છે.
મળતી વિગતો મુજબ મોરબીના માજી ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા, મનોજ પનારા અને હાલના સ્પીકર અને ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય એમ ત્રણેય સામે વર્ષ ૨૦૦૯ દરમિયાન ચુંટણી વખતે આચાર સંહિતા ભંગ સબબ ફરિયાદો - ગુના નોંધાયા હતા. જે કેશ ચાલી જતા કોર્ટના જજ દામોદ્રાંએ ત્રણેયને એક એક વર્ષની સજા અને રૂપિયા ૨ - ૨ હજારનો દંડ ફટકાર્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે મનોજ પનારા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પડે પણ રહી ચુક્યા હોય, તમામ સામે એક સાથે ગુનો દાખલ થયો હતો. હાલ મનોજ પનારા મોરબી પાસ કન્વીનર તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. ટૂંકમાં એક સાથે ત્રણ ચાલુ, ભૂતકાળના ધારાસભ્યો અને પાસ કન્વીનરને કોર્ટે સજા ફટકારતા આ વાત ટોક ઓફ ધી સૌરાષ્ટ્ર બની છે.
બનાવને વિગતવાર જોઈએ તો મોરબીના તત્કાલીન ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયા તથા અંજારના ધારાસભ્યએ વર્ષ ર૦૦૯માં કરેલ આચાર સહિત ભંગ બદલ અદાલતે બન્ને ઉપરાંત તે સમયના ભાજપ યુવા મોરચા અગ્રણી અને હાલના પાસ કન્વીનર મનોજ પનારાને તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદ અને ૧૦૦૦ના દંડની સજા ફટકારતા સનસનાટી મચી જવા પામી છે.

આ કેસની વિગત જોઈએ તો ૧૮-૩-ર૦૦૯ના રોજ ભાજપ મહિલા મોરચા, યુવા ભાજપ દ્વારા મોરબીના ભક્તિનગર સર્કલ નજીક મોર્ડન હોલમાં કચ્છના ભાજપના ઉમેદવારના ચુંટણી પ્રચાર માટે નુતન મતદાર સમારોહ સભા યોજવામાં આવી હતી. જેમાં અંજારના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, મોરબીના ધારાસભ્ય કાંતીલાલ શિવલાલ અમૃતીયાએ મતદારોને અને કાર્યકરોને વધુ મત આપવા માટે રોકડ ઈનામ અને ગ્રાન્ટ ફાળવણીની લાલચ આપી હતી. જેમાં તત્કાલીન ધારાસભ્ય અમૃતીયાએ મોરબીમાં જે વિસ્તાર વધુ મત આપે તે કાર્યકરોને ૧.પ૧ લાખ અને તત્કાલીન અંજારના ધારાસભ્ય નીમાબેન આચાર્ય તેમના વિસતારમાં ભાજપને વધુ મતો આપનાર વિસ્તારને પ લાખની ગ્રાન્ટ ફાળવણી જાહેરાત કરી હતી. જેથી આ બાબતે બંને તત્કાલીન ધારાસભ્ય અને ભાજપના તત્કાલીન યુવા મોરચાના અગ્રણી અને સભાના આયોજક મનોજ પનારા વિરૃધ્ધ તે સમયે સભામાં મતદારો અને કાર્યકર્તાને લલચાવે ફોસલાવે તેવા નિવેદન કરવા બદલ આચાર સહિતા ભંગની ફરીયાદ નોંધાઈ હતી.

આ અંગેનો કેસ એડિશનલ ચીફ જ્યુડીશયલ મેજિસ્ટટ્રેટ જે.જી.દામોદ્રાની કોર્ટમાં ચાલી જતા અદાલતે આચાર સહિતા ભંગ મામલે વિડીયોગ્રાફી સહિતના પુરાવા ધ્યાને લઈ તત્કાલીન ધારાસભ્ય નિમાબેન આચાર્ય, કાંતિલાલ અમૃતિયા અને ભાજપના પુર્વ આગેવાન અને હાલના પાસના અગ્રણી મનોજ પનારાને એક-એક વર્ષની કેદ અને એક હજારના દંડની સજા ફટકારી હતી.

આ ચકચારી કેસમાં વકીલ આર.એ.ગોરીની દલીલો માન્ય રાખી અદાલતે આરોપીઓ વિરૃધ્ધ આઈપીસી કલમ ૧૭૧(બ) મુજબ આજ સંભળાવી રાજકીય હોદેદારોને બોધપાઠરૃપ કડક ચુકાદો આપ્યો હતો. જોકે કોર્ટ સજા આપ્યા બાદ ત્રણેયને ઉપલી કોર્ટમાં જવા માટે જામીન પર મુક્ત કર્યા હતા.


Advertisement