પોલીસ ચોકી પાસે જ દારૂ વેંચાણ પકડાતા સુરતમાં વરાછા પોલીસના ફોજદાર, જમાદાર અને કોન્સ્ટેબલને ડીસીપીએ કર્યા સસ્પેન્ડ

12 February 2018 11:18 PM
Rajkot Crime Gujarat
  • પોલીસ ચોકી પાસે જ દારૂ વેંચાણ પકડાતા 
સુરતમાં વરાછા પોલીસના ફોજદાર, જમાદાર 
અને કોન્સ્ટેબલને ડીસીપીએ કર્યા સસ્પેન્ડ

Advertisement

પોલીસ ચોકી પાસે જ દારૂ વેંચાણ પકડાતા
સુરતમાં વરાછા પોલીસના ફોજદાર, જમાદાર
અને કોન્સ્ટેબલને ડીસીપીએ કર્યા સસ્પેન્ડ

સુરતમાં પોલીસ ચોકીની બાજુમાં જ ખૂલ્લેઆમ વેચાતા દારૂની ઘટના ટેલીવિઝન પર દેખાવા લાગતા ડીસીપીએ વરાછા પોલીસ સ્ટેશનના PSI સહિત 3 લોકોને સસ્પેન્ડ કરી દીધા હતા. જેમાં ફોજદાર એન.એચ.કુરેશી, પોલીસ કોન્સ્ટેબલ સુરેશ સવજી અને હેડ કોન્સ્ટેબલ મુકેશનો સમાવેશ થાય છે.

આ બાબતે પોલીસ ત્યારે સફાળા જાગી કે, પોલીસ મથક નજીક જ વેંચાતા દારૂનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ હતો અને તેમાં ખુલ્લેઆમ સુરત શહેરમાં દારૂ વેન્ચાતો નજરે પડ્યો હતો. આ દારૂ સુરતમાં એક પોલીસ ચોકીની એકદમ નજીક વેચાય રહ્યો છે. સુરતમાં મિનિ સૌરાષ્ટ્ર તરીકે જાણીતા વરાછા વિસ્તારના બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલી લાભેશ્વર પોલીસ ચોકીની બાજુમાં આવેલા મકાનમાં પહેલા માળે જ ખૂલ્લેઆમ દારૂ વેચાય રહ્યો છે.

વિડીયોમાં એવું જોવા મળ્યું હતું કે લોકો બિન્દાસ દારૂની ખરીદી કરીને ત્યાં જ દારૂ પીતા જોવા મળે છે. એક યુવાને ગજબની હિમત કેળવી પોતાના ફોનમાં કેમેરો ચાલુ કરીને આ વીડિયો ઉતાર્યો હતો અને પોલીસ અધિકારીને મોકલતા વરાછા પોલીસ દોડતી થઈ હતી અને ત્યાં રેડ પાડીને પોલીસે એક બૂટલેગરને દારૂના જથ્થા સાથે પકડી લીધો હતો. અને પછી અસરકારક કામગીરીના ભાગરૂપે ફોજદાર, જમાદાર અને પોલીસમેનને સસ્પેન્ડ કરી દેતા સુરત પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.


Advertisement