જામનગર-બાંદ્રા વચ્ચે ઉદય એકસપ્રેસ આગામી માર્ચના અંત સુધીમાં શરૂ થશે

12 February 2018 08:24 PM
Jamnagar Saurashtra
  • જામનગર-બાંદ્રા વચ્ચે ઉદય એકસપ્રેસ આગામી માર્ચના અંત સુધીમાં શરૂ થશે
  • જામનગર-બાંદ્રા વચ્ચે ઉદય એકસપ્રેસ આગામી માર્ચના અંત સુધીમાં શરૂ થશે

રેલવે દ્વારા જામનગર-બાંદ્રા ઉપરાંત અન્ય બે રૂટ ઉપર પણ ઍયરકન્ડિશન્ડ ડબલડેકર ટ્રેન શરૂ કરવાની તૈયારી હાથ ધરાઈ: આગલા બજેટમાં મંજૂર કરાયેલી ટ્રેન એક વર્ષ બાદ આખરે શરૂ થવાની બંધાયેલી આશા ; જામનગર શહેર સહિત રાજ્યભરના બિઝનેસ ટ્રાવેલરોને પણ મળશે લાભ ; જામનગર-મુંબઈ વચ્ચે અવર-જવર માટે વધુ એક ટ્રેનની સુવિધા ; શું સુવિધા હશે આ ઉદય એકસપ્રેસમાં?

Advertisement

જામનગર તા. 1ર:
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ર017-18 ના અંદાજપત્રમાં મંજૂર અને જાહેર કરવામાં આવેલી જામનગર-બાંદ્રા (મુંબઈ) સહિત 3 રૂટ ઉપરની ડબલ ડેકર યાત્રી એકસપ્રેસ ટ્રેન માર્ચ ર018 ના અંત સુધીમાં શરૂ કરવાની રેલવે તંત્રએ તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
રેલવેના સૂત્રોમાંથી સાંપડેલી માહિતી અનુસાર ભારતીય રેલવે દ્વારા અત્યાધુનિક ઉત્કૃષ્ટ ડબલ ડેકર ઍયરકન્ડિશન્ડ યાત્રી એકસપ્રેસ ટ્રેન ‘ઉદય એકસપ્રેસ’ના નામથી શરૂ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર સરકારના વર્ષ ર017-18 ના અંદાજપત્રમાં જૂદા-જૂદા ત્રણ રૂટ ઉપર ‘ઉદય એકસપ્રેસ’ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે રેલવે તંત્રએ વહિવટી મંજૂરી પણ આપી હતી. આમ છતાં કોઈ કારણોસર હજુ સુધી આ ટ્રેન શરૂ થઈ નહોતી.
આ અંગે જામનગર ચૅમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રીઝ તથા અન્ય સંસ્થાઓ અને આગેવાનોએ રેલવે સત્તાવાળાઓ સમક્ષ અવાર-નવાર રજૂઆતો કરી હતી. તાજેતરમાં હાપાની મુલાકાતે આવેલા પશ્ર્ચિમ રેલવેના જનરલ મૅનેજર સમક્ષ પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. જીએમએ આગામી સમયમાં આ ટ્રેન શરૂ થઈ જશે તેવી હૈયાધારણા આપી હતી.
રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર 3 રૂટ ઉપર આ ડબલ ડેકર એસી ટ્રેન ‘ઉદય એકસપ્રેસ’ શરૂ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સંભવત: માર્ચ ર018 ના અંત પહેલાં આ ટ્રેન શરૂ કરી દેવાની ગણતરી રાખવામાં આવી છે. આ ટ્રેનનો લાભ સવિશેષરૂપે જામનગર સહિત ગુજરાતભરના બિઝનેશ ટ્રાવેલરોને ઉપરાંત સામાન્ય મુસાફરોને પણ મળશે. આ રીતે ખાસ કરીને જામનગરથી મુંબઈ વચ્ચે અવર-જવર માટે વધુ એક ટ્રેનની સુવિધા પ્રાપ્ત થશે. જે ત્રણ રૂટ ઉપર ‘ઉદય એકસપ્રેસ’ ટ્રેન શરૂ થવાની છે તેમાં કોઈમ્બતુર-બેંગ્લુરૂ, બાંદ્રા-જામનગર અને વિશાખાપટ્ટનમ્-વિજયવાડા રૂટનો સમાવેશ થાય છે.

ઉદય એકસપ્રેસનું ટાઇમ ટેબલ
જામનગર-બાંદ્રા
ટ્રેન નંબર...........22924
દોડશે...........મંગળ, ગુરૂ, શનિવાર
ઉપડશે સમય...........રાત્રે 8 વાગ્યે (20:00)
બાંદ્રા પહોચશે...........સવારે 10-20 કલાકે

બાંદ્રા-જામનગર
ટ્રેન નંબર...........229243
દોડશે...........સોમ, બુધ, શનિવાર
ઉપડશે...........રાત્રે 11-55 (23:55)
જામનગર ...........બપોરે 2:35 (14:35)


Advertisement