શેરબજારમાં તેજીથી રાહત : સેન્સેકસ ૩૧૧ પોઇન્ટ ઉંચકાયો : રોકડાના શેરો ઝળકયા

12 February 2018 06:45 PM
Business India
  • શેરબજારમાં તેજીથી રાહત : સેન્સેકસ  ૩૧૧ પોઇન્ટ ઉંચકાયો : રોકડાના શેરો ઝળકયા

Advertisement

રાજકોટ, તા. ૧ર મુંબઈ શેરબજારમાં અાજે તેજીનો ઝોક રહયો હતો અને હેવીવેઈટ સહિતના શેરોમાં ધૂમ લેવાલીની સેન્સેકસ ૩૧૧ પોઈન્ટ ઉછળ્યો હતો. શેરબજારમાં અાજે માનસ પ્રોત્સાહક બન્યું હતું. વિશ્ર્વબજારોની તેજીઅે ભાગ ભજવ્યો હતો. અા ઉપરાંત સ્વદેશી નાણા સંસ્થાઅોની લેવાલી તથા વેચાણની અસર વતાૅઈ હતી. અાવતીકાલે મહાશિવરાત્રીની રજા પૂવેૅ નવા વેપાર અોછા હતા. વૈશ્ર્િવક મંદીનો ગભરાટ તથા બજેટની અનેકવિધ જોગવાઈઅોનો અાઘાત હળવો થયાની છાપ હતી. હેવીવેઈટ ઉપરાંત રોકડાના શેરો પણ ઉંચકાયા હતા. લાસૅન, ટાટા સ્ટીલ, રીલાયન્સ, અેચડીઅેફસી બેંક ઉપરાંત શીપીંગ ક્રેડિટ, અાઈડીબીઅાઈ, જે.કે.ટાયસૅ, બેંક અોફ બરોડા વગેરે ઉછળ્યા હતા. ફોટીૅસ, અેલસીઅેલ, સ્ટેટ બેંક જેવા શેરોમાં ઘટાડો હતો.મુંબઈ શેરબજારનો સેન્સીટીવી ઈન્ડેકસ ૩૧૧ પોઇન્ટ ઉછળીને ૩૪૩૧૭ હતો જે ઉંચામાં ૩૪૩૩ર તથા નીચામાં ૩૪૧૧પ હતા. નેશનલ સ્ટોક અેકસચેંજનો નિફટી ૯૦ પોઈન્ટ ઉંચકાઈને ૧૭પ૪પ હતો જે ઉંચામાં ૧૦પપપ તથા નીચામાં ૧૦૪૮પ હતો.મુખ્ય શેરોમાં શીપીંગ ક્રેડિટ ૮૪, ફયુચર સપ્લાય ૪૮, અાઈડીસીઅાઈ ૬૭, અેચડીઅાઈઅેલ પ૬, જે.કે.ટાયસૅ ૧૯૦ તથા બેંક અોફ બરોડા ૧૬૭ હતા ફોટીૅસ ઘટીને ૧૭૯, અેમફેસીસ ૮૭૦, બજાજ ઈલે. પર૧, અેચસીઅેલ ટેક ૯૩૮, સ્ટેટ બેંક ર૮૯, ગ્રેટ ઈસ્ટનૅ ૩૮૬ તથા હેવાવેર ૩૩પ હતા.ચલણ બજારમાં અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૬૮.ર૯ હતું. નાયમેકસ ફુડ ૬૦.૩૯ ડોલર તથા બ્રેન્ટ ક્રૂડ ૬૩.૬પ ડોલર થયું.


Advertisement