બામણબોરનાં નવપરા ગામેથી 66 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

12 February 2018 04:49 PM
Bhavnagar

પ્રોહીબીશન ડ્રાઇવમાં દારૂ પીધેલા છ શખ્સો પકડાયા

Advertisement

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.12
સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી, પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લામાં પ્રવેશતા પરપ્રાંતીય વિદેશી દારૂ બાબતે હાઇવે ઉપર વોચ રાખી, બાતમીઓ મેળવી, પ્રોહીબિશનના કેસો શોધી કાઢવા તથા દેશી વિદેશી દારૂના કેસોમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને પ્રોહીબિશન ના કેસો શોધી કાઢી, દેશી વિદેશી દારૂના ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે.
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા ઇન્ચાર્જ સી.પી.આઈ. એમ.જી.ડામોરના માર્ગદર્શન હેઠળ બામણબોર પોલીસ સ્ટેશનના પોસઈ જી.વી.વાણીયા, સ્ટાફના હે.કો. ઘુસાભાઈ, જયેશભાઈ, પ્રતાપસિંહ, મુકેશભાઈ, દિનેશભાઇ, નીતિનભાઈ, વલ્લભભાઈ, સહિતની ટીમ દ્વારા મળેલ માહિતી આધારે બામણબોર તાબેના નવપરા ગામેં આરોપીઓ (1) દિનેશભાઇ તળશીભાઈ ચાવડા જાતે કોળી ઉવ. 45 તથા (2) અજયભાઈ દિનેશભાઇ ચાવડા જાતે કોળી રહે. બને નવપરા ગામ, બામણબોર તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર ના રહેણાક મકાને રેઇડ કરી, જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ 5.5 કુલ વિદેશી દારૂની બોટલ 66 તથા દેશી દારૂ લીટર 05 મળી, કુલ કિંમત રૂ. 22,300/- નો મુદ્દામાલ સાથે આરોપી દિનેશભાઇ તળશીભાઈ ચાવડા જાતે કોળીને પકડી પાડવામાં આવેલ. જ્યારે આરોપી અજયભાઈ દિનેશભાઇ ચાવડા હાજર મળી આવેલ ના હતો.
આ ઉપરાંત, બામણબોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી વિદેશી દારૂ અંગે રેઇડો કરી, પો.સ.ઇ. જી.વી.વાણીયા તથા સ્ટાફ દ્વારા આરોપી ધર્મેશ મનસુખભાઇ સુમનખાણીયા જાતે કોળી ઉવ. 29 રહે. લોધિકા, મસ્જિદ પાછળ, ખવાસ શેરી, જી. રાજકોટને ગુંદાળા ગામના પાટિયા પાસેથી સી.એન.જી. રીક્ષા કેફી પીણું પીધેલ હાલતમાં પકડી પાડી, કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ આરોપીઓ પીન્ટુભાઈ શાન્તુભાઈ ભડાણીયા ઉવ 24 રહે આણંદપુર તા ચોટીલા, મુકેશભાઈ જીવણભાઈ ઉગરેજા ઉવ 25 રહે ઝીન્ઝુડા તા ચોટીલા દીનેશભાઈ સવમભમઈ જીજંરીયમ ઉવ 40 રહે ગુદાળા તા ચોટીલા, દિનેશભાઈ તળશીભાઈ ચાવડા ઉવ 45 રહે બામણબોર તા ચોટીલા તથા મનસુખભાઈ બચુભાઇ સુમલખાણીયા ઉવ 46 રહે રાજકોટને પોલીસ સ્ટેશનના જુદા જુદા વિસ્તારમાંથી દારૂ પીધેલ હાલતમાં પકડી પાડી, પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી, ધરપકડ કરવામાં આવેલ છે.
આમ, બામણબોર પોલીસ દ્વારા પ્રોહીબિશન ડ્રાઇવમાં અસરકારક કામગીરી કરી, દેશી/વિદેશી દારૂ, પીધેલા કેસ તેમજ કેફી પીણું પી ને વાહન ચલાવતા સહિતના કુલ છ આરોપીઓ પકડી પાડી, કુલ સાત (7) ગુન્હાઓ દાખલ કરી, આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


Advertisement