ધોરાજીના ઐતિહાસિક પંચનાથ મહાદેવ મંદિરે ફ્રાન્સના શીવભકતોની પધરામણી

12 February 2018 04:10 PM
Dhoraji

પૂજા-અર્ચના કરી મહાઆરતીનો લાભ લીધો: કાલે શીવરાત્રી મહોત્સવ ભવ્યતાથી ઉજવાશે

Advertisement

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી દ્વારા)
ધોરાજી તા.12
ધોરાજીની સફુરા નદીના કીનારે બિરાજમાન અને પાંડવોએ જેમની સ્થાપના કરેલ હતી એવા ઐતિહાસિક પંચનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નીમીતે ખાસ પૂજા અર્ચના અને ભારતીય સંસ્કૃતિ દર્શનાર્થે ફ્રાન્સથી ખાસ શીવ ભકતો પધારેલ છે.
શિવરાત્રી પૂર્વે પંચનાથ મહાદેવ મંદિર ખાતે ફ્રાન્સના શીવ ભકતોએ પૂજા અર્ચના અને મહાઆરતીનો લાભ લીધો હતો. અને શીવરાત્રી પૂર્વે પંચનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય શણગાર કરવામાં આવેલ છે.
શિવરાત્રી નીમીતે અહીં વહેલી સવારે આરતી પૂજા અર્ચના કરાશે અને બપોરે ખાસ મહાઆરતી યોજાશે. ધોરાજી શહેર સહિત આસપાસના લોકો શીવરાત્રીના દિવસે મહાઆરતી અને પૂજા અર્ચના બાદ બપોરે 12 કલાકે ભાંગનો પ્રસાદ અપાશે.
આ તકે પંચનાથ મહાદેવ મંદિરના સ્વામી શ્રધ્ધાનંદગીરીએ ફ્રાન્સથી પધારેલ ભકતોને આશીર્વચન આપેલ અને ખાસ પૂજા અર્ચના અને તમામ તૈયારીઓમાં પંચનાથ મહાદેવ યુવક મંડળ સેવાભાવી યુવાનો દ્વારા કરાયેલ છે.


Advertisement