ગોંડલના બાલાજી હનુમાનજી મંદિરમાં ત્રાટકી ચાંદીના ત્રણ મુકુટ અને છત્ર ઉઠાવી જતા તસ્કરો

12 February 2018 03:36 PM
Gondal Crime

ફરિયાદ કરવા જતા ભાવિકોને પોલીસે વળાવી દીધા

Advertisement

ગોંડલ તા.12
ગોંડલ શહેરના ગુલમહોર રોડ પર આવેલ અને છેલ્લા 37 વર્ષથી શ્રીરામ નામની અખંડ ધુન ચાલતા બાલાજી હનુમાનજી મંદિરે ભરબપોરે તસ્કરોએ પરોણા કરી મંદિરના બીજા માળેે આવેલ શ્રી રામ લક્ષ્મણ જાનકી ના મંદિરમાં થી ચાંદી ના ત્રણ મુકુટ અને ત્રણ છત્ર ની ચોરી કરી જતા મંદિરના ભક્તગણ માં રોષ ફેલાવા પામ્યો હતો.
મંદિરના ભક્ત પરિવાર આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવા સિટી પોલીસ સ્ટેશને જતા સિટી પોલીસે ખાનગીરાહે તપાસ કરવાનું જણાવી ભક્તોને વળાવી દીધાં હતા.
બાલાજી હનુમાનજી મંદિરે છેલ્લા 37 વર્ષથી શ્રી રામ નામની અખંડ ધૂન ચાલી રહી છે કોઇના કોઇ વ્યકિત અહીં હાજર હોય જ છે પરંતુ પર બપોરના સુમારે મંદિરના પૂજારી મુનિ મહારાજ ભોજન પ્રસાદ માટે બીજા માળેથી નીચે આવ્યા હોય તસ્કરોએ મોકળું મેદાન ભાડે હાથ સાફ કરી ભગવાનના આભૂષણોની ચોરી કરી હતી.
મંદિરમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે પરંતુ ટાણે જ તેમાં કોઈપણ પ્રકારનું રેકોર્ડિંગ થયું ન હોય ભક્તો આશ્ચર્યમાં મુકાઇ જવા પામ્યા હતા.


Advertisement