દાઉદી વ્હોરા સમાજનાં ધમૅગુરૂ કાલે ભાવનગર જિલ્લાની મુલાકાતે

12 February 2018 03:25 PM
Jasdan
  • દાઉદી વ્હોરા સમાજનાં ધમૅગુરૂ કાલે ભાવનગર જિલ્લાની મુલાકાતે

મહુવામાં મસ્જિદોનું નામકરણ રુ ઉદઘાટન

Advertisement

જસદણ તા. ૧ર વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના સવોૅચ્ચ ધમૅગુરૂ અાવતીકાલે મંગળવારે ભાવનગર અને ત્યારબાદ મહુવા અને રાજુલા શહેરમાં પધારવાના હોવાથી સૌરાષ્ટ્રના તમામ વ્હોરા બિરાદરોમાં ખુશાલીના ઘોડાપુર ઉમટયાં છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબી, બોટાદ, ભવનગર, દ્રારકા, ગીર સોમનાથ જેવા જિલ્લાથી માંડી જસદણ, બાબરા, ગોંડલ જેવા તાલકુામાં ચોમેર લાપસીના અાંધણ મુકાયા હોય. જાફરૂસ્સાદીક અાલીકદર મુફદલભાઈ સાહેબ ‘સૈફૂદીન’ (તઉશ) અાવતીકાલ તા. ૧૩ને મંગળવારના રોજ ભાવનગર અને ત્યાં બે દિવસના રોકાયા બાદ મહુવા કરોડો રૂપિયાના ખચેૅ અધતન મસ્જિદોનંુ ઉદઘાટન અને નામકરણ કયાૅ બાદ રાજુલાની મુલાકાત લેશે. અા દરમિયાન પોતાના અનુયાયીઅોને મળશે. ખાસ કરીને ડો. સૈયદના સાહેબ, સૌરાષ્ટ્રમાં હોય ત્યારે જામનગર, રાજકોટ, જુનાગઢના વ્હોરા અાગેવાનો પોતાના શહેરમાં પધારવા અામંત્રણ અાપવા જશે. ડો. સૈયદના સાહેબ ભાવનગર મહુવા અને રાજુલા પધારશે. ત્યારે દેશવિદેશમાંથી હજારોની સંખ્યામાં અનુયાયીઅો અાવશે.


Advertisement