વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના ધારાસભ્યોએ એસપી કચેરી સામે પડાવ નાખ્યો : ગરમાગરમી

12 February 2018 03:13 PM
Amreli Politics
  • વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના ધારાસભ્યોએ એસપી કચેરી સામે પડાવ નાખ્યો : ગરમાગરમી

અમરેલી જિલ્લામાં કથળેલી કાયદો-વ્યવસ્થા પ્રશ્ર્ને ; ઉપવાસ આંદોલનમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો જોડાયા

Advertisement

અમરેલી તા. 12
અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ ન હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ થયાં બાદ આ મુદ્દે ભા.જ.પ.અને કોંગ્રેસ સામસામા આવી ગયા છે ત્યારે અમરેલીના સાંસદ કાછડિયાએ કોંગ્રેસને પડકાર ફેંકતાં આ અંગે અમરેલી પોલીસ અધિક્ષક કચેરી સામે આજે સોમવારથી કોંગેસના તમામ ધારાસભ્યો આંદોલનમાં બેસી જતા આ મુદ્દાને લઈ અમરેલીનાં રાજકાણમાં ભારે ગરમાવો આવી જવા પામેલ છે.
લાઠીનાં ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે એક યાદીમાં જણાવ્યા અનુસાર અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કડક કરવા માટેની માંગણી સાથે આજે સોમવારે અમરેલી પોલીસ અધિક્ષક કચેરી સામે ઉપવાસ ઉપર સવારે 10-30 થી સાંજના 5 સુધી વિપક્ષનાં નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી, વિરજીભાઇ ઠુમ્મર, જે. વી. કાકડીયા, અમ્બરિશ ડેર, અને પ્રતાપ દૂધાત તથા જીલ્લા કોંગ્રેસ સમિતિનાં તમામ આગેવાનો બેસવાના હોય જિલ્લા તાલુકામાંથી બધા ને હાજર રહેવા જણાવવું માટે વિરજીભાઈ ઠુમ્મરે જણાવ્યું છે. કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં કાયદો અને વ્યવસ્થા સામેનાં આંદોલનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાઈ રહ્યાં છે.


Advertisement