ગોંડલ : હાથ ઉછીના આપેલા રૂા.સાડા દશ લાખ વાર્ષિક છ ટકાના વ્યાજ સાથે ચુકવી આપવા કોર્ટનો હુકમ

12 February 2018 03:12 PM
Gondal

નિવૃત કર્મચારીએ પોતાની મરણમૂડી જુનાગઢ રહેતા સંબંધીને ઉછીની આપી હતી

Advertisement

ગોંડલ
ગોંડલ તાલુકાના ગોમટા ગામે રહેતા અને એસ.ટી ડિવિઝનમાંથી નિવૃત્ત થયેલ વિપ્ર કર્મચારીએ નિવૃત્તિની આવેલ રકમ રૂ સાડા દસલાખ જુનાગઢ રહેતા સંબંધીને હાથ ઉછીની આપેલ હોય, જે ચાર વર્ષ જેવો સમય વીતવા છતાં પણ રકમ પરત ન આવતાં કોર્ટ કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંગેનો કેસ ગોડલ કોર્ટમાં ચાલી જતાં અદાલત દ્વારા નિવૃત્ત એસટી કર્મચારી ને વાર્ષિક 6% લેખે વ્યાજ સહીત તમામ રકમ પરત કરવા હુકમ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાનાં ગોમટા ગામે રહેતા અને એસટી ડિવિઝનમાંથી નિવૃત્ત થયેલ વિજયભાઈ ઓધવજી વ્યાસ નિવૃત્તિની આવેલ રકમ રૂ 10 લાખ 4 વર્ષ પહેલાં જુનાગઢ રહેતા સંબંધી હંસાબેન મનહરલાલ મહેતા ને હાથ ઉછીની આપેલી હતી. અને આ વ્યવહારની સ્ટેમ્પ પેપર ઉપર નોકરી પણ કરવામાં આવી હતી. પરંતુ જીવન મૂડીની રકમ પરત ના મળતાં એડવોકેટ રવિરાજ ઠકરાર મારફત કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા જે અંગેનો કેસ અત્રેની કોર્ટમાં ચાલી જતા સીનીયર સિવિલ જજ પી એન રાવલ દ્વારા વિજયભાઈ વ્યાસનો દાવો મંજૂર કરી હંસાબેન મનહરલાલ મહેતાને રૂ 10 લાખ 50 હજાર વાર્ષિક 6 ટકાના વ્યાજે ચૂકવી આપવા હુકમ કર્યો હતો. આ કેસમાં વિજયભાઇને ન્યાય અપાવવા એડવોકેટ રવિરાજ ઠકરાર તેમજ નિરંજય ભંડેરી રોકાયા હતા.


Advertisement