ગોંડલનાં બંધ મકાનમાંથી ચાંદીના દાગીના રાણી સિક્કા અને રોકડ રકમની તસ્કરી

12 February 2018 03:11 PM
Gondal

પોલીસમાં ફરિયાદ થતા તપાસનો ધમધમાટ

Advertisement

ગોંડલ
ગોંડલમાં પોલીસની નિષ્ક્રિયતાથી જાણે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ રોજ-બરોજ ચોરીના બનાવો બની રહ્યા છે ત્યારે ેભોજરાજપરામાં પટેલ પરિવારના બંધ મકાનમાં તસ્કરોએ પરોણા કરી ચાંદીના સાંકડા, રાણીસિક્કા, રોકડ રકમ તેમજ કેમેરાની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.પ્રાપ્ત વિગતો મુજબ ભોજરાજપરા ના શેરી નંબર 26 અને માર્ગ નંબર 9 માં રહેતા અને બાવળા મુકામે મમરા નું કારખાનું ધરાવતા ગિરધરભાઈ ગોવિંદભાઈ રહ્યાં બંધ મકાનમાં ગતરાત્રીના તસ્કરોએ કોરોના કરી કબાટમાં રાખેલ 12 જોડી ચાંદીના સાંકડા, 7 ચાંદીના રાણી સિકકા, 15,000 રૂપિયા રોકડા, કેનન કંપનીનો એક કેમેરો તેમજ 250 ગ્રામ ચાંદી નો ભંગાર સહિતની ચીજવસ્તુઓની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. આ ઘટનાની તપાસ સીટી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


Advertisement