વિશ્ર્વના અમીર શહેરોમાં મુંબઈનો 12 મો નંબર

12 February 2018 12:44 PM
India World
  • વિશ્ર્વના અમીર શહેરોમાં મુંબઈનો 12 મો નંબર

Advertisement

મુંબઈ: વિશ્ર્વના સૌથી અમીર 15 શહેરોમાં ભારતની આર્થિક રાજધાની મુંબઈનો સમાવેશ થાય છે.કુલ 950 અબજ ડોલર (અંદાજે 61,010 અબજ રૂપિયા) સાથે મૂંબઈ આ યાદીમાં બારમાં ક્રમાંકે આવે છે પહેલા સ્થાન પર 3 ટ્રીલીયન ડોલર (અંદાજે 193 લાખ કરોડ રૂપિયા) સાથે ન્યુયોર્ક છે.
ન્યુ વર્લ્ડ વેલ્થના તાજેતરના અહેવાલમાં જણાવાયા મુજબ શહેરની કુલ મીલકત ત્યાનાં રહેવાસીઓની ખાનગી સંપતિને ગણતરીમાં લઈને નકકી કરાઈ છે.આમા સરકારી ભંડોળનો સમાવેશ કરાયો નથી.સૌથી વધુ અબજપતિઓની ગણતરીમાં 28 અબજોપતિઓ સાથે મુંબઈ 10 માં ક્રમે છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વિશ્ર્વના સૌથી મોટા સ્ટોક એકસચેંજોમાં સ્થાન પામતું બોમ્બે સ્ટોક એકસચેંજ તેમજ ફાઈનેન્સીયલ સર્વીસીસ રીયલ એસ્ટેટ અને મીડીયા ઉદ્યોગ છે.
લીસ્ટમાં ન્યુયોર્ક બાદનાં ક્રમે લંડન, જાપાનની રાજધાની ટોકયો, અમેરીકાનો સેન ફ્રાન્સીસ્કો વિસ્તાર છે. આ ઉપરાંત ચીનની રાજધાની, બીજીંગ, શાંધાઈ, લોસ એન્જલસ, હોંગકોંગ, સીડની, સિંગાપોર અને શિકાગોનો સમાવેશ થાય છે. વેલ્થના મામલે છેલ્લા 10 વર્ષમાં સૌથી ઝડપી ગતિએ વિકાસ પામી રહેલા શહેરોમાં સેન ફ્રેન્સીસ્કો, બીજીંગ, શાંધાઈ, મુંબઈ અને સીડની છે.


Advertisement