ભાવનગર રસાલા કેમ્પમાં બે દિવસ માટે પંજાબના ગુરબાની કથાકીર્તનકાર કુલવંતસિંઘ પધારશે

12 February 2018 12:32 PM
Bhavnagar
Advertisement

ભાવનગર તા.12
ભાવનગર રસાલા કેમ્પમાં આવેલ ગુરૂનાનક ન્યુ ગુરૂદ્વારામાં બે દિવસ માટે મલેરકોટલા (પંજાબ)ના આંતરરાષ્ટ્રીય અનમોલ ગુરબાની કથા કીર્તનકાર ભાઈસાહેબ કુલવંત સિંધજી પધારી રહયા છે ત્યારે ભાવનગર જીલ્લાભરના સિન્ધી સમાજમાં તેમના મધુરકંઠે ગુરબાની કથા કીર્તનનો ભરપુર લાભ લેવા થનગની રહી છે. ભાઈ સાહેબ કુલવંતસિંઘજીનો કાર્યક્રમ રાત્રે 8/30 થી 10 આવતી કાલે સવારે 8/30 થી 10 રાત્રે 8/00 થી 9/30 તેમજ સોમવારે સવારે 8/30 થી 10 સુધી રાખવામાં આવેલ છે. ઉપરોકત કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં સાદસંગતને ગુરબાની કથા-કીર્તનનો લાભ લેવા ભાવનગર સમસ્ત સિન્ધી સમાજ ગુરૂનાનક ન્યુ ગુરૂદ્વારા ટ્રસ્ટ સેવા દ્વારા યાદીમાં જણાવ્યું છે.


Advertisement