રાણાવાવમાં નગરપાલિકાની ચુંટણી સંદર્ભે ભા.જ.પ.ના કાર્યાલયનું ઉદ્દઘાટન

12 February 2018 12:27 PM
Porbandar
  • રાણાવાવમાં નગરપાલિકાની ચુંટણી  સંદર્ભે ભા.જ.પ.ના કાર્યાલયનું ઉદ્દઘાટન
  • રાણાવાવમાં નગરપાલિકાની ચુંટણી  સંદર્ભે ભા.જ.પ.ના કાર્યાલયનું ઉદ્દઘાટન
  • રાણાવાવમાં નગરપાલિકાની ચુંટણી  સંદર્ભે ભા.જ.પ.ના કાર્યાલયનું ઉદ્દઘાટન

આગેવાનો અને કાર્યકરોની વિશાળ ઉપસ્થિતિ

Advertisement

(બી.બી.ઠકકર દ્વારા) રાણાવાવ તા.12
ભારતીય જનતા પાર્ટી,રાણાવાવ શહેર દ્વારા નગરપાલિકાની ચુંટણી માટે શહેરના ચુંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન આશાપુરા ચોક ખાતે કરવામાં આવેલ છે. લક્ષ્મણભાઈ ડી.ઓડેદરા દ્વારા રીબન કાપી, કાર્યાલયનુ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાણાવાવ નગરપાલિકાની ચુંટણી લડતા તમામ 28 ઉમેદવારો તથા આગેવાનો શહેર પ્રમુખ ભોજાભાઈ, મહામંત્રી કીરીટભાઈ બાપોદરા, તાલુકા પંચાયત પ્રમુખ નાનજીભાઈ કરથીયા, ચુંટણી પ્રભારી દુષ્યંતભાઈ મહેતા, માલધારી સેલના ભીમભાઈ મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ માલેદભાઈ રાતડીયા, યુવા ભાજપ શહેર પ્રમુખ બીપીનભાઈ કરથીયા, સંધી મુસ્લિમ જમાતના પ્રમુખ / શહેર ભાજપ ઉપપ્રમુખ આમદ પટેલ, ખોજા જ્ઞાતિના આગેવાન અજીતભાઈ પોપટીયા, મુસ્લિમ આગેવાનો સીરાજભાઈ જોડીયાવાળા, હુસેનભાઈ ભગવતી સહિત શહેર આગેવાનો, કાર્યકર્તા અને શહેરીજનો સહિત બહોળી સંખ્યામાં હાજર રહયા હતાં. કાર્યાલય ઈન્ચાર્જ ગુળુબાપુ બુખારી તથા ટીમે વ્યવસ્થા સંભાળેલ હતી.


Advertisement