ભાવનગરમાં મેડિકલ સ્ટોસૅનંુ શટર તોડી રૂા.૧.૪૬ લાખની રોકડ રકમની ચોરી

12 February 2018 12:20 PM
Bhavnagar Crime
  • ભાવનગરમાં મેડિકલ સ્ટોસૅનંુ શટર તોડી રૂા.૧.૪૬ લાખની રોકડ રકમની ચોરી

ચોકીદારે તસ્કર ત્રિપુટીને ટપારતા છરી બતાવીને અારોપીઅોઅે ચુપ કરી દીધા હતા

Advertisement

(વિપુલ હિરાણી) ભાવનગર તા.૧ર ભાવનગરનાં શાસ્ત્રીનગર વિસ્તારમાં અાવેલ મેડીકલ સ્ટોસૅનંુ શટર લોક તોડી અંદર પ્રવેશી ત્રણ શખ્સો રૂા.૧.૪૬ લાખની રોકડ રકમની ચોરી કરી નાસી છુટયા હતા. ચોરીનાં અા બનાવની મળતી વિગતો મુજબ શહેરનાં વિકટોરીયા પાકૅ સામે અાવેલ ઈસ્કોમ મેગા સીટીમાં રહેતાં રમેશભાઈ વલ્લભભાઈ પટેલની માલીકીનો શહેરમાં શાસ્ત્રી નગર વિસ્તારમાં અાવેલા દશૅન કોમ્પ્લેક્ષમાં અાવેલ દશૅન મેડીકલ સ્ટોસૅમાં વહેલી સવારે પાંચ વાગે ત્રણ અજાણ્યા શખ્સોઅે શટર લોક તોડી અંદર પ્રવેશી ટેબલનાં ખાનામાં રાખેલા રોકડા રૂા. ૧૪૬૪૩રની ચોરી કરી નાસી છુટયા હતા. સવારે ત્રણ શખ્સોને અા કોમ્પ્લેક્ષના અેક ચોકીદારે ટપારતાં અા શખ્સોઅે છરી બતાવી ધમકી અાપી નાસી છુટયા હતા. અંગે અે ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાતાં પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. અા બનાવની તપાસ પી.અાઈ. રાણા ચલાવી રહયા છે.


Advertisement