માનવના અંડને લેબોરેટરીમાં પહેલીવાર વિકસાવાયા: ફર્ટિલીટી સારવારમાં આગે કદમ

10 February 2018 06:28 PM
India Technology
  • માનવના અંડને લેબોરેટરીમાં પહેલીવાર વિકસાવાયા: ફર્ટિલીટી સારવારમાં આગે કદમ

અગાઉ ઉંદર પરનો આવો પ્રયોગ સફળ રહ્યો હતો

Advertisement

નવી દિલ્હી તા.10
માનવીય અંડને અંડાશયના ટિસ્યુમાંથી પુખ્ત થતાં સુધી લેબોરેટરીમાં ઉછેરવા વિજ્ઞાનીઓને પ્રથમવાર સફળતા મળી છે. અગાઉ ઉંદર પર આવા પ્રયોગ થયા હતા.
મોલેકયુલર હયુમન રિપ્રોડકશન નામના જર્નલમાં અભ્યાસના તારણો પ્રસિદ્ધ કરતાં બ્રિટન અને અમેરિકાના વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે એક દિવસ એ રિજનરેટીવ મેડીસીન થેરપી અને નવી વંધ્યતા સંબંધી સારવાર વિકસાવવામાં મદદ મળશે. અગાઉના અભ્યાસોમાં વિજ્ઞાનીઓએ ઉંદરના અંડ લેબોરેટરીમાં જીવંત વારસ જન્માવી શકે તે તબકકા સુધી ઉછેર્યા હતા. માનવ અંગેને પણ જન્મના તુલનાત્મક છેલ્લા તબકકા સુધી વિકસાવવામાં આવ્યા હતા.
એડીનબરા અને ન્યુયોર્કમાં સેન્ટર ફોર હ્યુમન રિપ્રોડકશન ખાતેની બે રિસર્ચ હોસ્પિટલોના વિજ્ઞાનીઓએ પહેલી વખત માનવદેહ બહાર માનવીય અંડ શરૂઆતના તબકકાથી માંડી પૂર્ણ ફલિત કક્ષા સુધી વિકસાવ્યા હતા.
અભ્યાસમાં સહભાગી થનારા એ વલીન ટેલફરે જણાવ્યું હતું કે લેબમાં પૂર્ણ સિવકસીત અંડ વિકસાવવાથી ફર્ટિલીટી ટ્રીટમેન્ટની તક વિશાળ થઈ છે. જો કે કેટલીક સ્વતંત્ર અભ્યાસીઓનું કહેવું છે કે લેબોરેટરીમાં વિકસાવાયેલા અંડ શુક્રાણુ સાથે ફણગાવવાનું શકય બને તે માટે ઘણું કરવું બાકી છે.


Advertisement