વોટસએપમાં હવે પેમેન્ટ સીસ્ટમ ભારતમાં લોન્ચ

10 February 2018 06:21 PM
India Technology
  • વોટસએપમાં હવે પેમેન્ટ સીસ્ટમ ભારતમાં લોન્ચ

Advertisement

નવી દિલ્હી તા.10
વોટસએપ દ્વારા યુપીઆઈ બેઝ પેમેન્ટ ફીચર ભારતમાં લાવવામાં આવશે જેના માટે અત્યારથી ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. નવા ફીચરમાં વોટસએપના બીટા યુઝર્સ પસંદ કરીને ભારત સરકારની યુપીઆઈ સીસ્ટમની જેમ એન્ડ્રોઈડ અને આઈઓએસ દ્વારા નાણા મોકલી કે મેળવી શકશે. આ વોટસએપ વર્ઝન આઈઓએસ માટે 218.21 અને એન્ડ્રોઈડ અને 218.41 પર ઉપલબ્ધ કરાવાશે.
દેશમાં વોટસએપના વપરાશકારોની સંખ્યામાં દિન પ્રતિદિન થઈ રહેલા વધારાના કારણે ડીજીટલ પેમેન્ટને વેગ આપવા માટે આ પ્રકારની પેમેન્ટ સીસ્ટમની યુઝર્સને સુવિધા પુરી પાડવામાં આવશે. વોટસએપ પેમેન્ટ ફીચરને સૌપ્રથમ ગીઝમો ટાઈમ્સ દ્વારા બીટા એપ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ફીચર મેનુમાં ચેર વિન્ડોમાં જોવા મળશે. આ ઉપરાંત તેની સાથોસાથે ગેલેરી, વિડીયો, ડોકયુમેન્ટ વગેરે પણ જોવા મળશે. પેમેન્ટ પર કલીક કરવાથી વિન્ડો પર બેંકોના નામોની યાદીમાંથી પસંદગીનો મોકો આપવામાં આવશે. તમે તમારા બેન્ક ખાતાને યુપીઆઈ સાથે જોડવા માટે પસંદ કરી તમારો અધિકૃત પીન બનાવી તેનો વપરાશ કરી શકશે. વધુમાં તમે યુપીઆઈ એકાઉન્ટ નહી ધરાવતા હશો તો નવુ યુપીઆઈ એકાઉન્ટ આ એપ દ્વારા બનાવી શકશો.


Advertisement