ભૂજના અમનનગર પાસે ગેસ લાઈન તુટતા ભય : દોડધામ

10 February 2018 04:19 PM
kutch
  • ભૂજના અમનનગર પાસે ગેસ લાઈન તુટતા ભય : દોડધામ

Advertisement

ભુજ, તા. ૧૦ ભુજ નજીકના અમનનગર પાસે ગુજરાત ગેસ લિ.ના કમૅચારીઅો દ્વારા ખોદકામ દરમ્યાન ગેસની લાઈન તોડી નખાતા ભયના માયાૅ લોકોમાં અફરાતફરી મચી હતી. બનાવ સમયે અાસપાસના વિસ્તારના ચારેક હજાર લોકોના જીવ અઘ્ધર થઈ ગયા હતા. સ્થાનિકે કંપનીના કમૅચારીઅો જ હતા અને કોઈ જવાબદાર અધિકારી નહોતા, વિસ્તારના લોકો દ્વારા ભુજ સુધરાઈની ફાયર શાખામાં જાણ કરાઈ હતી. જયાંથી લાઈન તુટી હતી તે જગ્યાઅેથી ર૦ થી રપ ફુટ ઉંચે માટી ઉડી રહી હતી. અા બેદરકારી બદલ કંપનીના જવાબદારો સામે કાયદેસરની કાયૅવાહી કરવા કલેકટરને મોહસીન હિંગોરજા, નગરસેવકો ફકીરમામદ કંુભાર, માલશી, માતંગ વિ.અે. રજુઅાત કરી જો જવાબદારીપૂવૅક કાયૅ નહી થાય તો વિસ્તારના લોકો દ્વારા કામ બંધ કરાવાશે તેવી ચીમકી પણ અપાઈ


Advertisement