હાર્દીક લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવે તેવી શકયતા

10 February 2018 01:22 PM
Ahmedabad Gujarat
  • હાર્દીક લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવે તેવી શકયતા

2019માં 25 વર્ષનો થતાં ચૂંટણી લડી શકાશે

Advertisement

અમદાવાદ તા.10
પાટીદાર અનામત આંદોલન સમીતીના નેતા હાર્દીક પટેલ લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યો છે. 2019માં તે ચૂંટણી લડવાની વયે પહોંચી ગયો હશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી તે ઉંમર ઓછી હોવાથી લડી શકયો નહોતો.
હાર્દીક પટેલ ભાજપના અભેદગઢ સુરતની લડે તેવી શકયતા છે. 1990 થી ભાજપનો એના પર કબ્જો છે. ગત વિધાનસભા ચૂંટણીઓમાં પાટીદારોના પ્રભુત્વવાળા આ શહેરમાં હાર્દીકની લોકપ્રિયતા અને પ્રચાર છતાં કોંગ્રેસને સફળતા મળી નહોતી.અલબત, હાર્દીક કોંગ્રેસની ટિકીટ પર લડશે કે પોતાના જોરે તે સ્પષ્ટ નથી. સુરત ઉપરાંત મહેસાણા બેઠક પણ તે પસંદ કરે તેવી શકયતા છે.


Advertisement