જસદણ ડાયમંડ માર્કેટના વેપારી વિઠ્ઠલભાઈનું માર્ગ અકસ્માતમાં મોત

10 February 2018 01:11 PM
Jasdan

ડાયમંડ માર્કેટમાં શોકનું મોજુ ફરી વળ્યુ

Advertisement

(ધર્મેશ કલ્યાણી)
જસદણ તા.10
જસદણ ડાયમંડ માર્કેટના જાણીતા વેપારીનું માર્ગ અકસ્માતમાં મોત થતા શોકનું મોજુ ફરી વળ્યું છે.
સરદાર પટેલ ડાયમંડ જસદણ સાથે હીરા ઉદ્યોગ વેપાર ધંધા સાથે સંકળાયેલ વિઠલભાઈ વશરામભાઈ સવાણી (ઉ.વ.56) રહે. જાળીયા (તા.ઉમરાળા જી. ભાવનગર) તા.2ના રોજ સવારે 10-30 કલાકે જાળીયાથી માંડવા જતા રાજકોટ-ભાવનગર હાઈવે ઉપર ફોરવીલ સાથે મોટર સાયકલ અથડાતા ગંભીર ઈજા થતા સ્થળ ઉપર મૃત્યુ પામતા હીરા ઉદ્યોગમાં અરેરાટી ફેલાઈ છે.
જસદણ ડાયમંડ માર્કેટમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જતા શોકમય વાતાવરણ સર્જાયુ છે.


Advertisement