પોરબંદર જિલ્લાના વિવિધ સમાચાર

10 February 2018 12:04 PM
Porbandar
Advertisement


23મીફેબ્રુઆરીના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાશે
આગામી તા.23/02/2018ના શુક્રવારના રોજ કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક સવારે 12-00 કલાકે યોજાનાર છે. આ બેઠકમાં સબંધિત અધિકારીઓએ જાતે જરૂરી માહિતી સહ ઉપસ્થિત રહેવા કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે.

પોરબંદર જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ સ્વાગત કાર્યક્રમ તા.22મી ફેબ્રુઆરીના રોજ યોજાશે
લોકોના પ્રશ્ર્નો અને ફરિયાદોના ત્વ રીત નિકાલ માટે મુખ્યદમંત્રીશ્રી દ્વારા નૂતન અભિગમ સાથે દર માસના ચોથા ગુરૂવારે સ્વાકગત કાર્યક્રમ યોજવામાં આવે છે. લોકોના પ્રશ્ર્નો વહીવટી તંત્ર દ્વારા ઝડપી નિકાલ થાય તે મુખ્યતમંત્રીશ્રીનો અભિગમ છે. તા.22-02-2018ના રોજ ગુરૂવારે સવારે 12-00 કલાકે જિલ્લાર કક્ષાએ કલેકટર કચેરી પોરબંદરમાં તથા રાજય કક્ષાએ મુખ્યીમંત્રીશ્રીના કાર્યાલય ખાતે બપોરના 15-00 કલાકે ફરિયાદ નિવારણ સ્વા2ગત કાર્યક્રમ યોજાનાર છે. આથી પોરબંદર જિલ્લા ની જનતાએ પોતાના કોઇપણ ખાતા કે વિભાગને લગતા પ્રશ્નો કે ફરીયાદો તા. 10-02-2018ને શનિવાર સુધીમાં જિલ્લાર સેવા સદન-1, કલેકટર કચેરી પોરબંદર ખાતે અથવા મુખ્યામંત્રીશ્રીના જનસંપર્ક કાર્યાલય, ગાંધીનગરને બે નકલમાં અરજી મોકલી આપવાની રહેશે.

ઇન્ડીયન એરફોર્સનું પ્રદર્શન વાહન પોરબંદરની શાળાઓની મુલાકાતે
નિવાસી અધિક કલેકટર પોરબંદરની યાદી જણાવે છે કે, એરફોર્સમાં જોડાવવા પ્રેરિત કરતા ઇન્ડીયન એરફોર્સનું પ્રદર્શન વાહન આગામી તા.15 ફેબ્રુઆરીના રોજ જવાહર નવોદય વિદ્યાલય ખાતે તથા તા.16 ફેબ્રુઆરીના રોજ મહર્ષિ વિદ્યામંદિર પોરબંદર ખાતે આવશે. આ પ્રદર્શન વાહનમાં એક સુપર કલાસ-1 અધિકારી, બે કલાસ-1 અધિકારી તથા 8 સ્પોર્ટીંગ સ્ટાફ હશે. જે શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે તથા શોર્ટ ફિલ્મ પ્રદર્શિત કરશે.

પોરબંદર જિલ્લામાં કેરોસીનના ભાવો નક્કી કરાયા
પોરબંદર જિલ્લારના જુદાં-જુદાં કેન્દ્રોે માટે કેરોસીનના જથ્થાબંધ તથા છુટક વિક્રેતાઓ માટે કેરોસીનના ભાવ મુકરર કરવામાં આવ્યાર છે. પોરબંદર જિલ્લાુમાં વાડીનાર (એસ્સાર) ટર્મીનલ ઉપરથી રોડ રસ્તેદ આવતા કેરોસીનના વિતરણોના ભાવ મુકરર કરવામાં આવ્યા છે. જેમાં પોરબંદરમાં 24-પ0, રાણાવાવમાં 24-પ0, કુતિયાણામાં 24-70 નક્કી કરાયા છે.

પોરબંદર ઇ-ધરા કેન્દ્ર ખાતે અરજીઓનો ત્વરીત નિકાલ
મામલતદાર પોરબંદરની યાદી જણાવે છે કે, ઇ-ધરા કેન્દ્ર પોરબંદર ખાતે રોજબરોજના કામનો ત્વરીત નિકાલ કરવામા આવે છે. પેન્ડીંગ કાગળ રાખવામાં આવતા નથી. ઇ-ધરા કેન્દ્ર પોરબંદર હેઠળ પોરબંદર તાલુકાના 77 ગામોનો સમાવેશ થાય છે. ઇ-ધરા કેન્દ્ર ખાતે દરરોજ 50 થી 60 ફેરફાર અરજીઓ દાખલ થાય છે તેમજ માર્ચ થી જુલાઇ માસ દરમિયાન 150 થી 200 અરજીઓ આવેલ છે ફેરફાર અરજીઓ દાખલ થયા બાદ અરજીમાં નોંધ નંબર જનરેટ કરી સ્ક્રીપ્ટ લખી નોટીસ જનરેટ કરી સંબંધિતોને નોટીસ મોકલવામાં
આવે છે. જે નિયમિતપણે કરવામા આવે છે. અરજદારોને બીજા જ દિવસે કાચી નોંધ ઉપલબ્ધ થઇ જાય છે. જેથી કોઇપણ પ્રકારની સમયમર્યાદા બહારનું પેંડીગ કામ રહેતું નથી.


Advertisement