ચાઈનીઝ એલઈડી ટીવીના ભાવમાં વધારો થશે

09 February 2018 12:56 PM
Business India
  • ચાઈનીઝ એલઈડી ટીવીના 
ભાવમાં વધારો થશે

સરકારે સસ્તી આયાત રોકવા લઘુતમ ભાવબાંધણું કર્યુ

Advertisement

કોલકતા તા.9
ચીનથી એલઈડી ટેલીવીઝન અને ટીવી પેનલ્સની આયાત કરતી બ્રાન્ડસને ફટકો પડયો છે. સરકારે આ ટીવી અને પેનલ્સ પર ટેકસ લેવા માટે ભાવ નિર્ધારિત કર્યા છે. તેને લીધે ચીનથી કોમ્પોનન્ટસ આયાત કરતી રિટેલ પ્રાઈવેટ બ્રાન્ડસ અને ઓનલાઈન એકસ્કલુઝીવના ભાવમાં વધારો થયો છે.
કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન એન્ડ ઈન્ટેલીજન્સ બ્રાન્ચ ની તપાસના તારણમાં કેટલીક કંપનીઓ ચીનથી કરવામાં આવતી આયાતનું મૂલ્ય ઓછું દર્શાવી ડયુટીની ચોરી કરતી હતી. સરકાર દ્વારા 32 ઈંચનાં સ્માર્ટ એલઈડી ટીવીનો ભાવ 106 ડોલર, 39 ઈંચના ટીવીનો ભાવ 163 ડોલર અને 65 ઈંચના કર્વ્ડ સ્માર્ટ એલઈડી ટીવીનો ભાવ 417 ડોલર નકકી નોટીફીકેશનની કોપી છે.
એક અંદાજ પ્રમાણે સરકારના પગલાથી ભાવમાં 10 ટકાથી વધુ વધારો નોંધાશે. ઉપરાંત, બજેટના પ્રસ્તાવમાં સંપૂર્ણ બનેલા ટીવી પર 20 ટકા અને ફીનીશ્ડ એલઈડી પેનલ્સ પર 15 ટકા ડટુટી નાખવામાં આવી છે. ઉદ્યોગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આ પગલાની ઓનલાઈન એકસ્કલુઝીવ બ્રાન્ડસ, રિટેલર્સની માલિકીની બ્રાન્ડસ અને પ્રાદેશિક બ્રાન્ડસ પર અસર થશે.’ અગ્રણી ટીવી કંપનીના એક સીનીયર એકઝીકયુટીવે જણાવ્યું હતું કે, ‘ઓનલાઈન એકસ્કલુઝીવ અને નાની બ્રાન્ડસને સોની, સેમસંગ અને એલજીની તુલનામાં અત્યાર સુધી મળતો નીચા ભાવનો લાભ બંધ થશે.’ બજેટમાં કોમ્પોનન્ટ પરની ડયુટી વધ્યા પછી સોની, સેમસંગ અને એલજીના ભાવમાં 5-6 ટકા વૃદ્ધિ પછી પણ નાની બ્રાન્ડસને સ્પર્ધાત્મક લાભ નહીં મળે.


Advertisement