રાજયના ચારેય પોલીસ કમિશ્નરોને ગાંધીનગરનું તાકીદે તેડુ : ગૃહમંત્રી જાડેજાએ મીટીંગમાં કરી ચર્ચા

08 February 2018 07:21 PM
Ahmedabad Gujarat

ગુજરાત સરકારની હાઇકોર્ટે જાટકણી કાઢયા બાદ ; વકરતી ટ્રાફીક સમસ્યાના કાયમી ઉકેલ તેમજ રાજયમાં લો એન્ડ ઓર્ડર અંગેની પરિસ્થિતિની કરી સમીક્ષા ; પોલીસ કમિશ્નર એ.કે.સિંગ, મનોજ શશીધર, સતીષ શર્મા, અનુપમસિંહ ગેહલોત સાથે ગૃહમંત્રીની બેઠક

Advertisement

રાજકોટ તા.8
ગુજરાત રાજયના મેટ્રોસીટી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ટ્રાફીક સમસ્યા સળગતો પ્રશ્ર્ન છે. ત્યારે તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ નજીક ટ્રાફીક જામ મુદે હાઇકોર્ટે ગુજરાત સરકાર અને અમદાવાદ પોલીસની ઝાટકણી કાઢતા રાજયના સીએમ રૂપાણીએ ગૃહમંત્રીને ત્વરીત આદેશ કરતા રાજયના ગૃહમંત્રીએ ગાંધીનગર ખાતે અમદાવાદ, વડોદરા સુરત રાજકોટ પોલીસ કમિશ્નરની તાકીદે મીટીંગ ગોઠવી લો એન્ડ ઓર્ડર અને ટ્રાફીક સમસ્યાનું નિરાકરણ અંગે ચર્ચા-વિચારણા કરી હતી.
સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર રાજયના મુખ્ય પોલીસ કમિશ્નર રેટ એરીયા હેઠળ આવતા મેગા સીટી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં વકરતી ટ્રાફીક સમસ્યા માથાનો દુ:ખાવો બની ચુકી છે.
તેવા સંજોગોમાં તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ નજીક ટ્રાફીક જામ મુદે હાઇકોર્ટે અમદાવાદ પોલીસ અને ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. જેના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ કરતા રાજય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજયના ચારેય કમિશ્નર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટને તાકીદે તેડુ મોકલી ગાંધીનગર દોડાવ્યા હતા.
ગૃહમંત્રીના આદેશના પગલે અમદાવાદ સીપી એ.કે.સીંગ, વડોદરા સીપી મનોજ શશીધર, સુરત સીપી સતીષ શર્મા તેમજ રાજકોટ સીપી અનુમસિંહ ગેહલોત સાથે ગાંધીનગર ખાતે મીટીંગ યોજી ગૃહમંત્રીએ રાજયમાં ટ્રાફીક સમસ્યાના કાયમી નિરાકરણ અને રાજયમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ અંગે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાફીક સમસ્યાનો પ્રશ્ર્ન સમગ્ર રાજયના મોટા શહેરોમાં દિવસેને દિવસે વધી રહ્યો હોય રાજય સરકાર દ્વારા કાયમી ઉકેલ લાવવા યુઘ્ધના ધોરણે પ્લાનીંગ કરી કડક અમલવારી હાથ ધરાશે તો જ આ ટ્રાફીક જામ સમસ્યાનો ઉકેલ આવશે.


Advertisement