સાળંગપુર નજીક જાનની કારને અકસ્માત: ચારનાં મોત

08 February 2018 07:17 PM
Botad Rajkot
  • સાળંગપુર નજીક જાનની કારને અકસ્માત: ચારનાં મોત
  • સાળંગપુર નજીક જાનની કારને અકસ્માત: ચારનાં મોત
  • સાળંગપુર નજીક જાનની કારને અકસ્માત: ચારનાં મોત
  • સાળંગપુર નજીક જાનની કારને અકસ્માત: ચારનાં મોત

ખાંભડા ગામે લગ્નમાં આવ્યા બાદ સાળંગપુર દર્શને જતા હતા અને દૂર્ઘટના ઘટી: ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા: મૃતકો ભાવનગર-અમરેલી પંથકના વતની: કોળી પરિવારમાં માતમ

Advertisement

રાજકોટ તા.8
સાળંગપુર અને બરવાળા વચ્ચે આજરોજ જાનની કારને અકસ્માત નડયો હતો. કાર પલ્ટી જતા તેમા સવાર ચારના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજયા હતા. તેમજ આ અકસ્માતમાં ઘાયેલ ત્રણ વ્યકિતઓને સારવાર માટે નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
સાળંગપુર નજીકના ખાંભડા ગામે લગ્ન પ્રસંગે હાજરી પૂરાવ્યા બાદ સાળંગપુર હનુમાનજીના મંદિરે દર્શન કરવા જતા હતા. દરમ્યાન આ ઘટના બની હતી. અકસ્માતના પગલે કોળી પરીવારમાં માતમ છવાઈ ગયો હતો.
આ ગમખ્વાર અકસ્માતની જાણવા મળતી વિગતો મુજબ આજરોજ સાળંગપુરથી બરવાળા વચ્ચે કાર પલ્ટી જતા કારમાં સવાર મયુર અશોકભાઈ સોલંકી (રંહે. લીમડા તા.ઉમરાળા) વિપુલ ધીરૂભાઈ મકવાણા (રહે. લાઠી તા.અમરેલી) ઘનશ્યામ નાનજી તલસાણીયા (રહે. લીમડા તા.ઉમરાળા) અને સચીન મુકેશભાઈ બારૈયા (ઉ.વ.22) રહે. પીપરડી તા.સિહોરના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજયા હતા.
તેમજ આ અકસ્માતમાં ઘવાયેલ પ્રકાશ સોલંકી તથા ભાવેશ સોલંકી અને અશ્ર્વિન જયસુખભાઈને સારવાર માટે નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા બરવાળા પોલીસ મથકનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પ્રાથમીક તપાસ હાથ ધરી હતી.
અકસ્માતની આ ઘટના મામલે બરવાળા પોલીસ મથકના ફોજદાર જે.વી. રાણાના જણાવ્યા મુજબ કારમાં સવાર વ્યકિતઓ સાળંગપુર નજીક આવેલા ખાંભડા ગામે લગ્નમાં આવ્યા હતા. દરમ્યાન તેઓ અહીં સોળંગપુરમાં હનુમાનજી મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. દરમ્યાન આ ઘટના બની હતી. બનાવના પગલે કોળી પરીવારમાં માતમ છવાઈ જવા પામ્યો છે.


Advertisement