કોંગ્રેસના આરોપો પર PM એ આપ્યા જવાબો

07 February 2018 10:51 PM
Rajkot Gujarat India Politics
  • કોંગ્રેસના આરોપો પર PM એ આપ્યા જવાબો

અમારી સરકાર નેઈમ ચેન્જર નહિ, એઇમ ચેન્જર છે !

Advertisement

રાષ્ટ્રપતિના અભિવાદન ભાષણ પર જવાબ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બુધવારે લોકસભા બાદ રાજ્યસભામાં પણ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા. તેમણે કોંગ્રેસના નેમચેન્જર અને જૂનું ભારત પાછું આપી દો સહિતના આરોપોનો એક-એક કરીને જવાબ આપ્યો અને કહ્યું કે તેમની સરકાર AIM ચેન્જર છે. તેમણે કટાક્ષ કરતા પૂછ્યું કોંગ્રેસને જો ન્યૂ ઈન્ડિયા નથી જોઈતું તો શું તેમને ઈમર્જેન્સી અને ભ્રષ્ટાચાર વાળું ભારતો જોઈએ? મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ આર. વૈંકટરમણના પુસ્તકનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમાં બોફોર્સના ભ્રષ્ટાચારમાં કોંગ્રેસને કમિશન મળવાની વાત કહેવાઈ છે. મોદીએ ‘આધાર’નો ક્રેડિટ લેવાનો આરોપ પર પણ કોંગ્રેસને જવાબ આપ્યો અને કહ્યું, ‘આધાર’ અટલ બિહારી વાજપેયીનું વિઝન હતું.

રાજ્યસભામાં ગુલામ નબી આઝાદને જવાબ આપતા પીએમ બોલ્યા, આઝાદ જીએ કહ્યું કે અમને ન્યૂ ઈન્ડિયા નથી જોઈતું, અમને જૂનું ભારત સોંપી દો. અમને ગાંધીવાળું ભારત જોઈએ. મને પણ ગાંધીવાળું ભારત જોઈે કારણ કે આઝાદી મળી ચૂકી છે. હવે કોંગ્રેસની કોઈ જરૂર નથી. કોંગ્રેસ મુક્ત ભારતનો વિચાર ગાંધીનો છે. અમે તેમના પગલા પર ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

તમે કહો છો કે અમને તે ભારત જોઈએ. શું સેનાના જીપના ગોટાળા વાળું ભારત? સબમરીનના ગોટાળાવાળું ભારત ? બોફોર્સના ગોટાળાવાળું ભારત? હેલિકોપ્ટર ગોટાળાવાળું ભારત? ઈમર્જેન્સી વાળું ભારત? દેશને જેલ ખાનું બનાવી દેનારું ભારત? જણાવી દઈએ કે ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, જો ન્યૂ ઈન્ડિયામાં 8 મહિનાની બાળકી સાથે રેપ થાય છે, તો અમને જૂનું ભારત પાછું આપી દો.

પીએમ મોદીએ કોંગ્રેસના તે આરોપનો પણ જવાબ આપ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મોદી સરકાર કોંગ્રેસના શાસનકાળમાં બનાવવામાં આવેલી યોજનાઓના નામ બદલીને તેનો ફાયદો લઈ રહી છે. તેમણે કહ્યું, અહીંયા જનધન યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમે કહ્યું આ તો પહેલા પણ થઈ ચૂક્યું છે. બધા જ એકાઉન્ટ 2014 બાદ અમારી સરકારમાં ખૂલ્યા છે. તમે તથ્યોને સાચા કરી લેશો તો સારું થશે. તમે કહ્યું કે અમે તો નેમ ચેન્જર છીએ, ગેમ ચેન્જર નથી. તમે સત્યનો સ્વીકાર કરશો તો અમે એઈમ ચેન્જર છીએ. જે લક્ષ્યનો પીછો કરે છે અને તેને મેળવે છે.

પીએમએ કોંગ્રેસ પર નીશાનો સાધતા કહ્યું કે રાજનીતિમાં સૌને નિંદા કરવાનો અધિકાર છે, પરંતુ તેનાથી દેશને નુકશાન ન પહોંચવું જોઈએ. મોદીએ કહ્યું, ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં ભારતની રેન્કીંગમાં સુધારો થાય છે તો આ દેશ માટે સારી વાત છે, તેનાથી કોઈને દુખ ન થવું જોઈએ. તેમણે કહ્યું, બીજેપીની ટીકા ખૂબ કરવી જોઈએ. મોદીની ટીકા કરો, તમને હક છે. પરંતુ બીજેપીની  ટીકા કરતા કરતા તમે ભારતની નિંદા કરવા લાગો છો.

પીએમએ યોજનાઓને શ્રેય લેવાના આરોપનો પણ જવાબ આપ્યો. તેમણે કહ્યું, મને આનંદ થશે જો તમે જણાવી દો કે 15 ઓગસ્ટે લાલ કિલ્લાથી કોંગ્રેસના પ્રધાનમંત્રીઓએ કોઈપણ ભાષણમાં કોઈ બીજા સરકારના કામનો ઉલ્લેખ કર્યો હોય. દેશ આજે અહીંયાં પહોંચ્યો છે, બધાનું યોગદાન છે. તેમાં સંકોચ ન હોવો જોઈએ. કોંગ્રેસ દ્વારા આયુષ્માન ભારત યોજનાની નિંદાનો જવાબ આપતા મોદીએ કહ્યું, કોઈ આ વાતસાથે અસહમત નહીં હોય કે આરોગ્ય ક્ષેત્રમાં ઘણું બધું કરવાની જરૂર છે. બની શકે કે યોજનામાં ખામી હોય, પરંતુ યોજના તો દેશના લોકો માટે છે. કોંગ્રેસ પાર્ટીએ ટાસ્ક ફોર્સ બનાવવી જોઈએ, અન્ય પાર્ટીઓએ પણ ટાસ્ક ફોર્સ બનાવવી જોઈએ. કોઈ ખામી હોય તો જણાવો, હું પોતે તમને સમય આપીશ, તેમાં સુધારો કરીશ.


Advertisement