અમારા ત્રણ સવાલોના જવાબો વડાપ્રધાને ના આપ્યા : રાહુલ નવી દિલ્હીઃ લોકસભામાં પીએમ મોદીએ આપેલા

07 February 2018 10:43 PM
Rajkot India Politics
  • અમારા ત્રણ સવાલોના જવાબો 
વડાપ્રધાને ના આપ્યા : રાહુલ 

નવી દિલ્હીઃ લોકસભામાં પીએમ મોદીએ આપેલા

Advertisement

ભાષણ પર કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને ત્રણ સવાલ કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે એક

કલાકના ભાષણ દરમિયાન પીએમ મોદીએ મારા એક પણ સવાલનો જવાબ નહોતો આપ્યો. ઉલ્લેખીય છે કે પીએમ મોદીએ વિપક્ષના ભારે હોબાળા વચ્ચે નેહરુ-ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું હતું. ત્યારે રાહુલ ગાંધી કહ્યું કે પીએમ મોદીના દરેક ભાષણો કોંગ્રેસ અને કોંગ્રેસી નેતાઓ વિશે હોય છે. કહ્યું કે સંસદમાં એક કલાકના ભાષણ દરમિયાન વડાપ્રધાને ના તો ખેડૂતોના ભવિષ્ય વિશે વાત કરી કે ના તો યુવાનોના રોજગાર વિશે. ‘રાફેલ ડીલ મામલે અમે કરેલા સવાલનો અમને જવાબ મળ્યો જ નથી.’

પીએમ મોદીના ભાષણ અંગે પ્રતિક્રિયા આપતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મોદીજીએ રાજનૈતિક ભાષણ આપ્યું, પરંતુ દેશના મુદ્દા તેમના ભાષણમાંથી વિલુપ્ત હતા અને ખેડૂતોની સમસ્યા તથા

બેરોજગારી અંગે મોદીજીએ એક શબ્દ ન ઉચ્ચાર્યો. રાફેલ ડીલ મામલે પણ મોદીજીએ મૌન સેવી રાખ્યું.’ આગળ રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મને લાગે છે મોદીજી ભુલી ગયા છે કે તેઓ એક વડાપ્રધાન છે. હંમેશા વિપક્ષ પર આરોપો ન લગાવવાના બદલે સવાલોના જવાબ પણ આપવા જોઇએ.’ ઉલ્લેખનીય છે રાફેલ ડીમ મામલે નરેન્દ્ર મોદી પર ગંભીર આરપો લગાવતા કહ્યું કે, ફ્રાંસથી ખરીદવામાં આવેલા ફાઇટર પ્લેન રાફેલની ડીલમાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને આ ડીલને અંજામ આપવા માટે પીએમ મોદી વ્યક્તિગત રીતે ફ્રાંસ ગયા હતા. મોદી પર સોનિયા ગાંધીનો પ્રહાર બીજી બાજુ સોનિયા ગાંધીએ પણ પીએમ મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ‘પીએમ મોદીએ પોતાના ભાષણમાં કોઇ વાત કરી જ નથી. તેઓ જૂની વાતોનું પુનરાવર્તન કર્યા કરે છે. આજે લોકોને રોજગારી અને તેમના ભવિષ્યમાં રસ છે.’


Advertisement