વોટ્સએપમાં હવે ત્રણ લોકો એક જ કોલમાં વિડીયો કોન્ફરન્સ કરી શકશે

07 February 2018 02:17 PM
Technology
  • વોટ્સએપમાં હવે ત્રણ લોકો એક જ કોલમાં વિડીયો કોન્ફરન્સ કરી શકશે

Advertisement

નવી દિલ્હી તા.7
સમગ્ર વિશ્ર્વમાં સૌથી પ્રસિદ્ધ ત્વરીત મેસેજ માટેની એપ વોટસએપ ફરીથી એક નવા ફીચર તેની કીટીમાં લઈને આપી રહ્યું છે. વોટસએપ હવેના વપરાશકારો ત્રણ વ્યક્તિને સાથે જોડીને ગૃપમાં વિડીયો કોલ કરી શકશે. સાદા શબ્દોમાં કહીએ તો હાલમાં બે વ્યક્તિ વિડીયો કોલમાં વાત કરતી હોય ત્યારે ત્રીજીને જોડી શકતી નથી ત્યારે આ સુવિધામાં વધારો કરવા માટે બેટા વર્ઝન 218.39 ગમે ત્યારે નજીકના ભવિષ્યમાં ઉપલબ્ધ કરાવશે.
આ ઉપરાંત ત્યારબાદ ત્રણની બદલે ચાર વ્યક્તિને જોડતા વિડીયો કોન્ફરન્સ કોલ માટે ત્રણ વોટસએપ કામગીરી આગળ ધપાવશે.
વેબબેટા ઈન્ફોમાં જણાવ્યા પ્રમાણે આ ફીચર બહાર પડયા પછી જો તમે વિડીયો કોલમાં એક વ્યક્તિ સાથે વાત કરતા હશો તો તમે વધુ એક વ્યક્તિને જમણી બાજુ ઉપર તરફના ખુણામાં સ્ક્રીન પર આઈકોન સાથે નિહાળી શકશો. જો કે હજુ તે અંગે સ્પષ્ટતા કરવામાં નથી આવી કે આ ફીચર વોઈસકોલ સાથે કાર્ય કરશે કે માત્ર વિડીયોકોલ પુરતુ મર્યાદીત રહેશે. પરંતુ એ બાબત રસપ્રદ રહેશે કે તમે વિડીયોકોલમાં તમારી પસંદગીની વ્યક્તિ સાથે એ જ સમયે જોડાયેલા રહી શકશો.
આ અગાઉ કેટલીક વખત વોટસએપને ગૃપમાં વોઈસકોલિંગ ફીચર એડ કરવાના સૂચનો મળ્યા હતા, જેવા કે હાઈક મેસેન્જર પરંતુ વધારે સભ્યોને વિડીયો કોલમાં જોડવાનો પ્રયત્ન થયો છે. સાથોસાથ વોટસએપ સ્કાય-પે જેવી કામગીરીને પણ ઉમેરવા માંગે છે.
તાજેતરમાં જ વોટસએપે તેની ‘વોટસએપ બીઝનેસ’ એપ ગુગલ પ્લેસ્ટોર પર લોન્ચ કરી હતી જેના કારણે નાના ધંધાર્થીઓ તેના ગ્રાહકો સાથે સારુ કોમ્યુનિકેશન કરતા થયા છે.


Advertisement