ફેસબુક પર આંતરધર્મીય યુગલોની યાદી જાહેર કરી હુમલો કરવાની હાકલ

06 February 2018 07:18 PM
Technology World
  • ફેસબુક પર આંતરધર્મીય યુગલોની યાદી જાહેર કરી હુમલો કરવાની હાકલ

હિન્દુ વાર્તાનું પેજ દૂર કરતી સોશ્યલ સાઈટ

Advertisement

નવી દિલ્હી તા.6
એક ફેસબુક પોસ્ટમાં આંતરધર્મીય લગ્ન કરનારા 100 ભારતીય યુગલો પર હુમલો કરવા હાકલ કરાઈ હતી. સોશ્યલ મીડીયામાં એ વાતો ભારે ઉહાપોહ થતાં એ દૂર કરાઈ હતી. સોશ્યલ નેટવર્કે હિન્દુત્વ વાર્તાનું એ પેજ સસ્પેન્ડ કરી દીધુ હતું.
પેજમાં હિન્દુ સાવજોને યાદીમાંના પુરુષોને શોધી કાઢવા જણાવાયું હતું. યાદીમાં 102 યુગલોના નામ હતા. એ સાથે તેમની વ્યક્તિગત ફેસબુક પ્રોફાઈલ આપવામાં આવી હતી.
28 જાન્યુઆરીએ હિન્દુત્વ વાર્તા ફેસબુક પેજ પર આ યાદી મુકાઈ હતી. એ સપ્તાહ પછી એ પેજ હટાવી લેવાયું હતું. ફેક ન્યુઝ વોચ વેબસાઈટ ઓલ્ટન્યુઝ ડોટ ઈનાનના જણાવ્યા પ્રમાણે આ લિસ્ટ ગત નવેમ્બરમાં ‘જસ્ટીસ ફોર હિન્દુસ’ નામના ફેસબુક પેજ પર મુકવામાં આવ્યું હતું.
અલબત, એમાં હિંસા માટે હાકલ કરવામાં આવી નહોતી. સોમવારે સતીશ માયલાવારાયુ નામનું સ્ક્રીન નેમ ધરાવતા ટિવટર યુઝરે વાંધાજનક પેજ માટે જવાબદારી લીધી હતી.
તેણે ટવીટ કરી જણાવ્યું હતું કે આંતરધર્મીય લગ્નો વિશે ફરી એફબી પેજ ઉભું કરીશ. હિન્દુત્વ યાત્રાનો એડમીન હોવાનું ગૌરવ છે. ફરી નવું પેજ બનાવીશ.
ઓલ્ટ ન્યુઝ ડોટ ઈનના સ્થાપક પ્રતીક સિંહાના જણાવ્યા મુજબ હિન્દુત્વ વાતે પોસ્ટ હિંસા ઉશ્કેરવાનું જોખમ ધરાવે છે.
જયારે આવી યાદી જાહેર કરાય ત્યારે અસ્થિરતાના સંજોગોમાં એનો દુરુપયોગ થઈ શકે છે. સતાવાળાઓએ પેજના એડમીનીસ્ટ્રેટર સામે પગલા લેવા જોઈએ.
ફેસબુકના એક પ્રવકતાએ જણાવ્યું હતું કે ધિકકાર ફેલાવતું ક્ધટેન્ટ અમે દૂર કરીએ છીએ.


Advertisement