ફોર્બ્સની ભારતના અંડર-30 લીસ્ટમાં ચાર ખેલાડીઓનો સમાવેશ, જાણો અહી કોણ છે

06 February 2018 07:01 PM
Sports
  •  ફોર્બ્સની ભારતના અંડર-30 લીસ્ટમાં ચાર ખેલાડીઓનો સમાવેશ, જાણો અહી કોણ છે

ક્રિકેટર જસપ્રિત બુમરાહ, મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર, મહિલા હોકી ગોલકિપર સવિતા પુનિયા અને શુટર હીના સિંધુનો થયો સમાવેશ

Advertisement

મુંબઇ : ફોર્બ્સ ઇન્ડિયાએ 30થી ઓછી ઉંમરના 30 અમીર ભારતીયોની લિસ્ટ જાહેર કરી છે જેમાં ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ, મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર, શૂટર હીના સિંધુ અને મહિલા હોકી ટીમની ગોલકીપર સવિતા પૂનિયાને સ્થાન મળ્યું છે. ફોબ્ર્સ દ્વારા 15 કેટેગરીને ધ્યાનમાં રાખી આ લિસ્ટ બનાવી છે. આર્ટ એન્ડ કલ્ચર, ડિઝાઇન, ઇ-કોમર્સ, એન્ટરટેઇનમેન્ટ, ફેશન, મ્યૂઝીક, મનોરંજન, કલા, એન્જિનિયરિંગ, એજ્યુકેશન, મેડીકલ આ લિસ્ટની મુખ્ય કેટેગરી છે.
જસપ્રીત બુમરાહ યોર્કર બોલિંગ નાખવા માટે અને ડેથ ઓવરોનો સ્પેશિયાલિસ્ટ બની ગયો છે. 24 વર્ષીય બુમરાહે ગત વર્ષે 23 વન-ડેમાં 39 વિકેટ ઝડપી હતી. તેના આ પ્રદર્શનને કારણે આઈસીસીની વન-ડે ટીમ ઓફ ધ યરમાં પણ સ્થાન મળ્યું હતું.
હરમનપ્રીત કૌરે ગત વર્ષે મહિલા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં 171 રનની આક્રમક ઇનિંગ રમી ભારતને ફાઇનલમાં પહોંચાડયું હતું. જોકે, ભારત ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે પરાજય થયો હતો પરંતુ હરમનપ્રીત કૌરે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. 28 વર્ષીય હરમનપ્રીત બિગ બેશ લીગ અને સુપર લીગમાં પણ રમી ચૂકી છે. તેના શાનદાર દેખાવને કારણે બે વર્ષનો સીએટ ટાયર સાથે કરાર કર્યો છે. 28 વર્ષીય હીના સિંધુ માટે ગત વર્ષ ઘણું સારું રહ્યું હતું. સિંધુએ જીતુ રાય સાથે મળી ઈંજજઋ વર્લ્ડ કપના મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સિંધુએ ગત વર્ષે ઓક્ટોબરમાં બ્રિસ્બેન ખાતે યોજાયેલી કોમનવેલ્થ શૂટુંગ ચેમ્પિયનશિપની 10 મીટર એર પિસ્ટોલ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો જ્યારે ગત ડિસેમ્બરમાં જાપાન ખાતે યોજાયેલી 10મી એશિયન ચેમમ્પિયનશિપની 10 મીટર રાયફલ/પિસ્ટલ ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો.


Advertisement