બીટ કોઈનમાં વધુ 29%નો કડકો

01 February 2018 02:17 PM
Business India
  • બીટ કોઈનમાં વધુ 29%નો કડકો

છેલ્લા ચાર વર્ષના સૌથી નીચા ભાવ

Advertisement

અમદાવાદ તા.1
બીટકોઈનમાં તેજીનાં વળતા પાણી શરૂ થયા છે અને જાન્યુઆરી મહિનામાં છેલ્લા ચાર વર્ષનો સૌથી મોટા માસિક કડાકો બોલી ગયો છે. બીટકોઈનના ભાવ ચાલુ મહીનામાં 29 ટકા તુટી ગયો છે. આગળ ઉપર ભાવમાં હજી પણ ઘટાડો થાય તેવી ધારણા છે.
લંડન ખાતે બીટકોઈનનાં ભાવ ઘટીને બુધવારે 10172 ડોલરની સપાટી પર હતા, જે મહિનામાં 29 ટકાનો ઘટાડો બતાવે છે. બીટકોઈનની જાહેરાત ઉપર વિશ્ર્વનાં સૌથી મોટા સોશ્યલ મીડીયા ફેસબુકે પણ પ્રતિબંધ મુકયો છે.
આ સમયગાળામાં અન્ય ડિઝીટલ કરન્સી એવી રિપ્પલ અને લાઈટકોઈનના ભાવમાં અનુક્રમે 45 ટકા અને 29 ટકાનો કડાકો બોલી ગયો છે.
વિશ્ર્વમાં બીટકોઈન સાથે વિવિધ દેશો દ્વારા પગલાઓ લેવામાં આવતાં અને એકસચેન્જોમાં પણ દરોડાની કામગીરી કરવામાં આવી હતી. બીજી તરફ બીટકોઈનની તેજી માત્ર ફુગ્ગો જ હોવાથી અને રોકાણકારોને ખરીદી કર્યા બાદ પસ્તાવાનો વારો આવ્યો હોવાથી બાસ્કેટ સેલિંગ આવ્યું હતું.
જેને પગલે ભાવ ઝડપથી તૂટયા હતાં. એનાલીસ્ટોનાં મતે બીટકોઈનનાં ભાવ હજી પણ ઘટીને 8 હજાર ડોલરની નીચી સપાટીએ પહોંચી જાય તેવી પુરી સંભાવના છે.


Advertisement