બોટાદમાં કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ દ્વારા આનંદ મેળો યોજાયો

01 February 2018 01:35 PM
Botad
Advertisement

(દિનેશ બગડીયા દ્વારા) બોટાદ તા.1
શ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદમાં ‘બાળ આનંદ મેળા’નું આયોજન કરવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ, વિદ્યાર્થીઓ દ્વારા કુલ-40 સ્ટોલ ઉભા કરવામાં આવેલ જેમાં ખાણી-પીણી, રમત-ગમત તથા અન્ય સ્ટોલ ઉભા કરેલ હતાં. તેમજ રમત-ગમત સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ જેમાં સંગીત ખુરશી, લીંબુ ચમચી, કોથળા દોડનું આયોજન કરેલ. જેમાં 350 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. શાળા પરિવાર વતી આ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન તથા શુભેચ્છા આપવામાં આવેલ.


Advertisement