શેરબજારની તેજીથી સેબી સાવધ: મોટા F&O ટ્રેડર્સનું માર્જીન વધાર્યુ

29 January 2018 12:42 PM
Business India
  • શેરબજારની તેજીથી સેબી સાવધ: મોટા F&O ટ્રેડર્સનું માર્જીન વધાર્યુ

ડેરિવેટિવ્ઝમાં રેકોર્ડ પોઝીશન બની ગઈ છે

Advertisement

મુંબઈ તા.29
શેરબજારની એકધારી તેજીથી સેબી અને સ્ટોક એકસ્ચેન્જીસ સતર્ક બની ગયાં છે. સેબીના આદેશ પ્રમાણે એકસ્ચેન્જીસ બ્રોકર્સને મોટા ગ્રાહકો પાસેથી માર્જીન લેવાનું જણાવી રહ્યા છે. મોટા ગ્રાહકોમાં એફ એન્ડ ઓ માં મોટી પોઝીશન ધરાવતા વિદેશી સંસ્થાકીય રોકાણકારો, સમૃદ્ધ વ્યક્તિઓ અને પ્રોપ્રાઈટરી ડેસ્કનો સમાવેશ થાય છે. સેબીને ઈકિવટી ડેરીવેટીવ્ઝમાં રેકોર્ડ પોઝીશનની ચિંતા છે. તેને લીધે સંભવિત જોખમની શકયતા છે.
એકસ્ચેન્જીસે છેલ્લા ચાર દિવસમાં બ્રોકર્સને પત્ર મોકલી ડેરીવેટીવ્ઝમાં ઉંચુ એકસ્પોઝર ધરાવતા કલાયન્ટસ પાસેથી વધારાની ડિપોઝીટ વસુલ ક્રવં જણાવ્યું છે. સેબીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ‘પોઝીશન અસામાન્ય છે અને ઓપન ઈન્ડરેસ્ટ સર્વોચ્ચ સ્તરે છે. બજેટ આડે ગણતરીના દિવસો બાકી હોવાથી સેબીએ એકસ્ચેન્જીસને ઉંચુ એકસ્પોઝર ધરાવતા કલાયન્ટસ પાસેથી વધારાનું માર્જીન લેવા જણાવ્યું છે.’
જિયોજીત ફાઈનાન્સીયલ સર્વિસીસના એમડી સી.જે.જયોર્જે જણાવ્યું હતું કે, ‘ખાસ કરીને એફ એન્ડ ઓ સેગ્મેન્ટમાં ઉંચો ઓપન ઈન્ટરેસ્ટ ધરાવતા કલાયન્ટસ પાસેથી ઘણું વધારે માર્જીન ચાર્જ કરાશે.’ ઉલ્લેખનીય છે કે, ડેરીવેટીવ્ઝમાં રોકાણકારો માર્જીન કે ડીપોઝીટ પેટે અમુક રકમ ચૂકવી નિફટી કે પસંદગીના શેરોમાં પોઝીશન લે છે. બ્રોકર્સના જણાવ્યા અનુસાર ટ્રેડર્સ દ્વારા એફ એન્ડ ઓ સેગમેન્ટમાં ચૂકવાતા સરેરાશ માર્જીન કરતાં વધારાનું માર્જીન 18-20 ટકા ઉંચુ હોય છે. માર્જીનની વિગતથી વાકેફ એક શેર બ્રોકરે જણાવ્યું હતું કે, ‘નુકશાનના અંદાજની ગણતરી સ્ટ્રેસ કેસ ટેસ્ટના વિશ્ર્લેષણના આધારે કરવામાં આવે છે.’


Advertisement