BSNL તિજોરી તળીયા ઝાટક : 1.71 લાખ કર્મચારીઓના પગાર અટકયા

13 March 2019 05:35 PM
Rajkot Gujarat
  • BSNL તિજોરી તળીયા ઝાટક : 1.71 લાખ કર્મચારીઓના પગાર અટકયા

રાજકોટ જિલ્લાના 8પ0 કર્મચારીઓનું નવ કરોડનું ચુકવણુ પણ અઘ્ધરતાલ : લોનના હપ્તા ચડત થતા સ્થિતિ ખરાબ

Advertisement

રાજકોટ તા.13
દેશની સૌથી મોટી દૂર સંચાર કંપની બીએસએનએલની તિજોરી તળીયા ઝાટક થતાં કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ સાંસા થઇ પડયા છે. જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશભરનાં 1.71 લાખ કર્મચારીઓ-અધિકારીઓને ગત ફેબ્રુઆરી માસનો પગાર આજે 13 તારીખ થવા છતાં હજુ ચૂકવવામાં નહી આવતા આ કર્મચારીઓની આર્થિક હાલત ડામાડોળ બની જવા પામેલ છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે બીએસએનએલના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નવા પગારપંચ સહિતના પ્રશ્ર્નો અંગે ગત તા.18 થી 20 ફેબ્રુઆરી દરમિયાન રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડવામાં આવી હતી. જે બાદ નવા પગારપંચ આપવા સહિતના કર્મચારીઓના પ્રશ્ર્નોનો ઉકેલ હજુ આવ્યો નથી. ઉલટાનું આ કર્મચારીઓના પગાર પર કાતર ફેરવી દેવામાં આવી છે.
જે બાદ હવે બીએસએનએલના અધિકારીઓ કર્મચારીઓને ગત માસનો પગાર પણ મેનેજમેન્ટ દ્વારા હજુ સુધી કરવામાં આવેલ નથી. જેની પાછળ બીએસએનએલ પાસે નાણા ન હોવાનું કારણ દર્શાવવામાં આવી રહ્યું છે. પગાર નહીં ચૂકવાતા જે બીએસએનએલના અધિકારીઓ અને કર્મચારીઓ બેંગકોકમાંથી લોન લીધી છે. તેઓના હપ્તા ચડત થતાં તેઓની આર્થિક હાલત ખરાબ બની જવા પામી છે.
રાજકોટ શહેર-જિલ્લામાં બીએસએનએલના 850 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જેઓનું પગારનું નવ કરોડ ઉપરનું ચુકવણુ અટકી જતાં આ કર્મચારીઓમાં બીએસએનએલ સામે નારાજગી ફરી વળી છે. બીએસએનએલના અધિકારીઓ અને કર્મચારીઓને 13 તારીખ થવા છતાં પગાર હજુ નહી મળ્યો હોય તેવી
આ પ્રથમ ઘટના ઘટી છે. બીએસએનએલના કર્મચારીઓને આમ તો દર માસે તેમના બેંક એકાઉન્ટમાં જ આખર તારીખમાં
પગારની તમામ રકમ જમા કરી દેવામાં આવે છે.
પરંતુ આ વખતે બીએસએનએલની આર્થિક ખરાબ હાલતને લઇને સ્થિતિ પલટાતા કર્મચારીઓને ફેબ્રુઆરી માસનો પગાર હજુ સુધી ચુકવવામાં આવેલ નથી. આ પ્રશ્ર્ને બીએસએનએલના યુનિયનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ સંચાર મંત્રીને પણ ઉગ્ર રજુઆતો કરવામાં આવી છે. બીએસએનએલ દ્વારા વહેલામાં વહેલી તકે પગાર
ચુકવવામાં આવે તેવી કર્મચારીઓ આશાભરી મીટ માંડીને બેઠા છે. જેમાં વર્ગ-4ના કર્મચારીઓની હાલત
પગારના અભાવે દયનીય બની જવા પામી છે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે બીએસએનએલ છેલ્લા લાંબા સમયથી ખોટના ખાડામાં ગરકાવ બની ગયું છે. તેના પગલે હવે બીએસએનએલની તિજોરી પણ તળીયા ઝાટક બની જવા પામી હોય, કર્મચારીઓને પગાર ચુકવવાના પણ સાંસા થઇ પડતા યુનિયન કર્મચારી યુનિયનો દ્વારા આ પ્રશ્ર્ને બીએસએનએલ મેનેજમેન્ટને તાકીદના ધોરણે પગાર ચુકવવા માટે મેમોરેન્ડમ આપવામાં આવ્યું છે.


Advertisement