જસદણ પાલિકાને દૈનિક 4 એમએલડી પાણી આપવા ચીફ ઓફિસરની પા.પૂ. બોર્ડમાં રજુઆત

13 March 2019 01:23 PM
Jasdan
  • જસદણ પાલિકાને દૈનિક 4 એમએલડી પાણી આપવા ચીફ ઓફિસરની પા.પૂ. બોર્ડમાં રજુઆત

મહિનામાં ફકત ચાર વખત પાણી વિતરણ થતા દેકારો

Advertisement

(હિતેષ ગોસાઈ) જસદણ તા.13
જસદણ નગરપાલિકાને પાણી પુરવઠા બોર્ડ ગાંડતું ન હોવાથી શહેરીજનોને હાલ સાત દિવસ પીવા માટે પાણક્ષ મળી રહ્યું છે. જસદણ નગરપાલિકાના પાણી વિતરણ અંગે ભુતકાળમાં જઈએ તો છેલ્લા 20 વર્ષથી લોકો પાસેથી 12 મહિનાનો વેરો વસુલ કરી દર એકાંતરા પાંચ સાત અને દસ દિવસે જ ભુતકાળમાં પાણી આપ્યું છે અને હાલમાં પણ મહીનામાં ફક્ત ચાર વખત પાણી આપે છે. કારણ કે પાણીનો મુખ્ય સ્ત્રોત આલણસાગરમાં તળીયા દેખાઈ ગયા છે. મુખ્ય આધાર હવે મહી યોજના છે.
આ અંગે પાણી પુરવઠા બોર્ડને જસદણ પાલિકાના ચીફ ઓફીસર પરાક્રમસિંહ મકવાણા બે વાર કાર્યપાલક ઈજનેર સામે લેખીતમાં ખોળો પાથર્યો છે કે જસદણના નાગરીકોને દોઢ એમ એલ ડી પાણીના જથ્થાથી કાંઈ થતુ નથી. તેથી દરરોજ સાડા ત્રણથી ચાર એમએલડી પાણી આપવામાં આવે પણ પાણી પુરવઠા બોર્ડના ઈજનેર આ અંગે કોઈની ભલામણની રાહ જોઈ રહ્યા હોવાથી હાલ જસદણમાં પાણીની તંગી સર્જાઈ છે.
બીજી બાજુ શહેરના તમામ વિસ્તારોમાં ભુતિયા નળ જોડાણોની સંખ્યા હજારોમાં છે તેનો ટેકસ સામાન્ય જનતાએ ચૂકવવો પડે છે. આ બાબતે સભ્યો ઢાંકપીછોડા કરે છે અને તંત્ર તાબોટા પાડે છે. ત્યારે ઓફીસરએ બીજીવાર મહી યોજનામાં વધુ પાણી આપવા માંગણી કરેલ છે.


Advertisement