ગોંડલમાં તા.15થી ભાગવત સપ્તાહ

13 March 2019 11:27 AM
Gondal

દાસી જીવણ પાર્ટી પ્લોટ ખાતે આયોજન

Advertisement

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલતા.13
ગોંડલમાં દાસીજીવણ સત્સંગ મંડળ ઉદ્યોગપતિ રમેશભાઈ ધડુક પરિવાર દ્વારા તેમજ ડો.નૈમિષભાઈ ધડુક તથા સાવનભાઈ ધડુકના માર્ગદર્શન હેઠળ તા.15/3થી 21/3 સુધી સાત દિવસ શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવ યોજાશે જેમાં વ્યાસપીઠ ઉપર વકતા જીજ્ઞેશદાદા (રાધે રાધે) કટીયાચા વાળા પોતાની વાણી દ્વારા રસપાન કરાવશે.
કથા રાત્રે 8-30થી 11-30 કલાક સુધી સાત દિવસ યોજાશે કથાનું લાઈવ પ્રસારણ લક્ષ્મી ચેનલ તેમજ આસ્થા ભજન ચેનલમાં કરવામાં આવશે. કથાની શોભાયાત્રા તા.15/3ને શુક્રવારે બપોરે 4 કલાકે સાવનભાઈ રમેશભાઈ ધડુકના નિવાસસ્થાનેથી કૈલાશબાગ સોસાયટીથી નીકળી કથા સ્થળ વલ્લભાચાર્યનગર દાસીજીવણ પાર્ટી પ્લોટ, જેતપુર રોડ ગોંડલ ખાતે પહોંચશે.
તા.16/3ને શનિવારે કથાનું મહાત્મ્ય તા.17/3 રવિવારે નૃસિંહ પ્રાગટય તા.18/3 સોમવારે વામન, રામ, કૃષ્ણ જન્મ મહોત્સવ, તા.19 મંગળવારે ગોવર્ધન લીલા તા.20/3 બુધવારે રૂક્ષ્મણી વિવાહ ઉજવાશે તા.21ના ગુરૂવારના રોજ સુદામા ચરિત્ર અને કથા વિરામ યોજાશે.
કથા શ્રવણ રાત્રે 8-30થી 11-30 કલાક સુધી રહેશે. સાત દિવસની ભાગવત સપ્તાહને સફળ બનાવવા રવજીભાઈ માંડણકા, લક્ષ્મણભાઈ પટેલ, રસીકભાઈ મારકણા, રસીકભાઈ રાજપરા, ધનસુખભાઈ નંદાણીયા, વિનોદરાય વસાણી, ભીખાભાઈ વૈષ્ણવ, બટુકભાઈ પાંભર, ધીરૂભાઈ વેકરીયા, નરેન્દ્રભાઈ ભાલાળા, અમૃતભાઈ ભાલાળા, વિઠલભાઈ ધડુક સહિતના જહેમત ઉઠાવી રહેલ છે.


Advertisement