CWCની બેઠક સરદાર સ્મારક ભવનમાં યોજવા સામે ભાજપની ચૂંટણી પંચને રાવ

12 March 2019 06:22 PM
Ahmedabad Gujarat
  • CWCની બેઠક સરદાર સ્મારક ભવનમાં યોજવા સામે ભાજપની ચૂંટણી પંચને રાવ

આચારસંહિતાનો ભંગ થયાનો આક્ષેપ

Advertisement

અમદાવાદ તા.12
આજે અમદાવાદમાં યોજાયેલી કોંગ્રેસ વર્કીંગ કમીટીની બેઠકને લઈને ભાજપે ચૂંટણી પંચમાં આચારસંહિતાના ભંગ મુદે ફરિયાદ કરી છે. રમેશ પટેલ નામની વ્યક્તિએ આ ફરિયાદ કરી છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ આજે અમદાવાદમાં કોંગ્રેસની કાર્યવાહક સમીતીની બેઠક સરદાર સ્મારક ભવનમાં યોજાવાને પગલે ભાજપ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ છે. આ ફરિયાદમાં એવો સવાલ કરાયો હતો કે કોંગ્રેસની કાર્યવાહી સમીતીની બેઠક સરદાર સ્મારક ભવનમાં કેમ યોજાઈ શકે.
સામે પક્ષે કોંગ્રેસે આ બારામાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપ હતાશ થઈ ગયું છે, અહીં કોઈ આચારસંહિતાનો ભંગ નથી થયો.


Advertisement