હું કોંગ્રેસમાં જ છું અને રહીશ, ભાજપે રાજીનામાની વાત ઉડાવી : ધારાસભ્ય સંતોકબેન

12 March 2019 06:19 PM
Ahmedabad Gujarat Politics
  • હું કોંગ્રેસમાં જ છું અને રહીશ, ભાજપે રાજીનામાની વાત ઉડાવી : ધારાસભ્ય સંતોકબેન

ભાજપના લોકો ખોટા અહેવાલ ફેલાવી રહ્યા છે પરંતુ હું કોંગ્રેસ છોડીને ક્યારેય નથી જવાની

Advertisement

રાપરના કોંગ્રેસના મહિલા ધારાસભ્ય સંતોકબેન અરેઠિયાએ રાજીનામું આપી દીધાના અહેવાલ અંગે ખુદ ધારાસભ્યએ સ્પષ્ટતા કરી છે. તેમણે એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે, તેઓ કોંગ્રેસ સાથે જ જોડાયેલા છે.
સામે આવેલા વીડિયોમાં સંતોકબેન કહી રહ્યા છે કે, "હું કોંગ્રેસ પાર્ટીમાં જ છું અને કોંગ્રેસમાં જ રહેવાની છું. મેં ધારાસભ્ય પદેથી રાજીનામું નથી આપ્યું. ભાજપ મારા રાજીનામા અંગે ખોટી વાતો ફેલાવી રહી છે. ભાજપના લોકો ખોટા પત્તા ઉડાવી રહ્યા છે, પરંતુ હું કોંગ્રેસ છોડીને ક્યારેય નથી જવાની."
ઉલ્લેખનીય છે કે સોમવારે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું તેમજ ભાજપમાં જોડાયા હતા. મંગળવારે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી છે ત્યારે રાપના કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપ્યાની અફવા ઉડી હતી. સંતોકબેને રાજીનામું આપી દીધાના અહેવાલ વચ્ચે તેમના પરિવારે રાજીનામું આપ્યાની વાત ફગાવી દીધી હતી. બીજી તરફ વિધાસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ પ્રાથમિક અહેવાલ બાદ જણાવ્યું હતું કે, હજુ સુધી તેમને રાજીનામું મળ્યું નથી.
સંતોકબેન અરેઠિયા તેમજ તેનો પરિવાર ખૂબ જ સુખી સંપન્ન છે. તેનો પરિવાર મૂળ મુંબઈનો છે. સંતોકબેનના પતિ ખેતી અને બિઝનેસ સાથે જોડાયેલા છે. વર્ષ 2017ની ચૂંટણીમાં સંતોકબેન પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.
2017ની ચૂંટણીમાં તેમણે બીજેપીના મોટા નેતા તેમજ રાપર જિલ્લા ભાજપ પ્રમુખ પંકજ મહેતાને હરાવ્યા હતા.


Advertisement